લોકસભા ચૂંટણી માટે દરેક પાર્ટી અને ગઠબંધન પોતપોતાના સમીકરણ બનાવી રહી છે જેથી 23 મેના રોજ પરિણામ આવ્યા બાદ સરકારની રચનામાં તેમની તરફથી કોઈ કસર ન રહે. આ કડીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિણામ પહેલા સંયુક્ત વિપક્ષ, વડાપ્રધાન પદના ચહેરાની જાહેરાત કરી દેશે.
આ મુદ્દે કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું કે ગઠબંધનમાં વડાપ્રધાન પદ ન મળે તો પણ કોઈ મુદ્દો નહીં હોય. બિહારની રાજધાની પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં આઝાદે કહ્યું કે, લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થતાં પહેલા પીએમ પદ માટે સામાન્ય સહમતિની સ્વાગત કરવામાં આવશે, પરંતુ વડાપ્રધાનની ખુરશીની રજૂઆત નહીં કરવા પર પાર્ટી તેને મુદ્દો નહીં બનાવે.
લોકસભા ચૂંટણીના અંતિમ ચરણથી ઠીક પહેલા આઝાદના આ નિવેદનનો સહયોગી પાર્ટીઓની સાથોસાથ કોંગ્રેસના ભવિષ્યના સહયોગીઓ માટે સંકેત રીતે જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અનેકવાર પીએમ પદ માટે ઇનકાર કર્યો છે જ્યારે એમકે સ્ટાલિન, તેજસ્વી યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ પણ કહ્યું છે કે ગાંધીનું સમર્થન કરવા માટે તૈયાર છે. બીજી તરફ, શરદ પવાર જેવા દિગ્ગજ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને માયાવતીનું નામ આગળ કરી રહ્યા છે.
રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલાબ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે તેઓ એનડીએ સરકારને સત્તાથી બહાર કરી દે. તેઓએ કહ્યું કે, અંતિમ ચરણનું મતદાન બાકી છે અને હું દેશભરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના અનુભવના આધારે કહી શકું છું કે ન તો ભાજપ અને ન તો એનડીએ સત્તામાં વાપસી કરવાની છે.
પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં આઝાદે પીએમ પદ માટે રાહુલની ઉમેદવારી પર કહ્યું કે, જો અમને આ પદ માટે આમંત્રિત નથી કરવામાં આવતા તો અમે તેને મુદ્દો નહીં બનાવીએ. આઝાદે કહ્યું કે 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપનો પર્દાફાશ થયો છે કારણ કે તેને સમાજમાં ઘૃણા ફેલાવવા અને ભાગલા પાડવાની નીતિ પર કામ કર્યું છે.