દેશની સેંટ્રલ બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)એ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2018-19ની ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે. જેને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ્દરમાં ઘટાડાની કોઇ ગુંજાઇશ નથી. ટ્રેડ વોર અને નબળા ગ્લોબલ સંકેતના લીધે શું આરબીઆઇ જીડીપી ગ્રોથના અનુમાનમાં ઘટાડો કરશે. તેનાપર 80 ટકા જાણકારોનું માનવું છે કે જીડીપી અનુમાનમાં ઘટાડો કરવામાં આવી શકે છે. તો બીજી તરફ 20 ટકા જાણકારોનું માનવું છે કે ગ્રોથ અનુમાનમાં ઘટાડો થશે નહી. મોંઘવારીને લઇને ન્યૂટ્રલ વલણ જોવા મળી શકે છે. તો બીજી તર ફ 40 ટકા જાણકારોનું માનવું છે કે આરબીઆઇ નરમ વલણ રાખશે. ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇ શું પગલું ભરશે. લિક્વિડિટીને જાળવી રાખવા માટે શું પગલાં ભરશે. CRR માં શું કોઇ ઘટાડો થશે. ટ્રેડ વોરની ચિંતા અને ક્રૂડ ઓઇલની ચાલને લઇને શું નિવેદન આવે છે. આ ઉપરાંત એનપીએ અને સ્ટ્રેસ્ડ અસેટ્સપર આરબીઆઇનું ફોકસ રહેશે.