નાર્કોટિક્સ બ્યૂરો ઓફ ઇન્ડિયા(NCB)એ મુંબઇમાં શુક્રવારે મોડી રાતે રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી. કોર્ટે શોવિક તથા સેમ્યુઅલના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ બંને નવ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર રહેશે. મેજિસ્ટ્રેટ નરેન્દ્ર જોષીએ આ ચુકાદો આપ્યો હતો. આ સાથે જ કૈઝાનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંત સિંહ રાજપૂતના ઘરે કામ કરતા દીપેશ સાવંતની ધરપકડ કરી શકે છે. આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી હતી
કોર્ટમાં રજૂ કરતા પહેલા NCBએ મુંબઈની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં શોવિક તથા મિરાન્ડાનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા કૈઝાન ઈબ્રાહિમ તથા જૈદને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચારેયનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.