હોમ અને ઓટો લોનની ઇએમઆઇ ચૂકવનારા ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોટી ભેટ આપી છે. આરબીઆઇના વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી હોમ અને ઓટો લોનની EMI ઘટાડો આવશે. લાંબા સમય બાદ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટને 6.50 ટાથી ઘટાડીને 6.26 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તેનાથી 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઇ ઇકોરેપે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે આરબીઆઇ પોતાના વલણમાં ફેરફાર કરી શકે છે. દરોમાં વધારાની સંભાવના ઓછી છે. એસબીઆઇ ઇકોરેપે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે 7 ફેબ્રુઆરીએ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે તો આશ્વર્યની વાત નથી.