બોલીવુડ એક્ટર, ડાન્સર ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયાની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 શુક્રવારે થિયેટરમાં ધુમ મચાવવા આવી ગઇ છે. ફિલ્મ 10મે ના રોજ એટલે આજે રિલીઝ થઇ ગઇ છે. ટાઇગર શ્રોફની આ ફિલ્મને લઇને નિર્દેશકો, સમીક્ષકો, દર્શકો તરફથી શાનદાર રિવ્યુ મળી રહ્યાં છે. SOTY2 ફિલ્મમાં તમને ફુલ ડ્રામા, દોસ્તી અને એક્શન ભરપુર જોવા મળશે. આ ફિલ્મથી ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે અને તારા સુતારિયા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.ફિલ્મમાં ટાઈગર શ્રોફ પોતાની અગાઉની ફિલ્મોમાંથી જ ઉભર્યો નથી તે સાફ દેખાઈ આવે છે. તેણે પોતાની જૂની ફિલ્મોની બેઠી નકલ મારી છે. ચહેરા પર એક્સપ્રેસનનો પૂરતો અભાવ જોવા મળી રહ્યો છે. દર્શકો પણ રાહ જોઈ રહ્યા હોય છે કે ફિલ્મમાં ટાઈગર અભિનય કરે, પણ ટાઈગરના અભિનયમાં પૂરતા પ્રમાણમાં શૂન્યઅવકાશ સર્જાયો છે. ફિલ્મની બે લીડ સ્ટાર ડેબ્યુ કરી રહી છે, પણ તેમના ભાગે સ્ક્રિન પર સુંદરતા દર્શાવવા અને અંગપ્રદર્શન સિવાય કંઈ હાથમાં નથી આવ્યું.વાત ફરી ટાઈગરની જ કરવામાં આવે તો ટાઈગરનો એક્શન મુવ અને ડાન્સ મુવ તમામ વસ્તુ એક સરખી લાગી રહી છે. ટાઈગરમાંથી ડાન્સ અને એક્શનની બાદબાકી કરી નાખવામાં આવે તો ફિલ્મમાં કંઈ બચતુ નથી. સ્ટુડન્ટ ઓફ ધ યેર 1 ફિલ્મ પણ હિટની શ્રેણીમાં આવતી નહોતી, બીજી ફિલ્મ તો બોક્સઓફિસ પર સુપર સુરસુરિયામાં અવ્વલ સાબિત થાય તો નવાઈ ન લગાવતા. જો કે અવેન્જર્સ એન્ડગેમ બાદ દર્શકોને કંઈક નવું જોવાની ઈચ્છા પનપશે તો તેવું અચૂક સ્ટુડન્ટ ઓફ ધ યેર-2 જોવા જશે. એટલે ફિલ્મ થોડી ઘણી તો ચાલવાની છે પણ હિટ ન કહી શકીએ.કરન જોહરની ફિલ્મમાં લવ ટ્રાયંગલ જોવા મળશે. જ્યાં પહેલી ફિલ્મ ‘સ્ટુડેન્ટ ઓફ દ યર’ માં આલિયા ભટ્ટ અને સામે સિદ્વાર્થ મલ્હોત્રા અને વરુન ધવનની સ્ટોરીને દર્શાવવામાં આવી હતી. જેમાં આલિયા સામે બે હિરો હોય છે, જ્યારે આ ફિલ્મમાં ટાઇગરની સામે બે હિરોઇન છે. અહીં પણ તમને લવ ટ્રાંયગલ જોવા મળે છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે 2 ગર્લ્સ એટલે કે, અનન્યા પાંડે અને તારા સુતારિયાની સ્ટોરી બતાવી છે. જેમાં ટાઇગર શ્રોફ દહેરાદુનની એક સેંટ ટેરેસા કોલેજમાં એડમિશન લે છે. કોલેજમાં જતાં જ ટાઇગરનો સામનો પોસ્ટર બોય આદિત્ય સીલ સાથે થાય છે. બંને વચ્ચે સ્ટુડન્ટ ઓફ દ યરની ટ્રોફી માટે તકરાર થાય છે. તો સામે અનન્યા એક ધનિક પિતાની પુત્રીનો રોલ કરી રહી છે, જેમાં તે ડાન્સ ટ્રોફી જીતીને બહેતરીન ડાન્સર બનવા માંગે છે. આ સિવાય ફિલ્મમાં અનન્યા, તારા અને ટાઇગર વચ્ચે લવ ટ્રાયંગલ જોવા મળી રહ્યો છે. ફેન્સ અને સ્ટાર્સે પણ ટ્વીટ કરીને રિવ્યુ આપ્યા હતા