ઇડીએ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર ભાઇઓ મલવિંદર મોહન સિંહ અને શિવિંદર મોહન સિંહના ઠેકાણાઓ પર ગુરુવારે ઈડીએ દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મની લોન્ડરિંગ મામલે ઇડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રેલીગેર ફિનવેસ્ટ લિમિટેડે ગયા વર્ષે ડિસેમ્બરમાં મલવિંદર અને શિવિંદરની વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ વર્ષે મે માસમાં આ બંને ભાઇઓ વિરુદ્ધ કેસ દાખલ થયો હતો. તેમના પર 740 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસને ધ્યાનમાં લેતા ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
મલવિંદર અને શિવિંદરનો જાપાનની દવા કંપની દાઇચી સૈંક્યો સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. 4000 કરોડ રૂપિયાની ચૂકવણી મામલે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે બંને ભાઇઓને જણાવ્યું હતું કે, જો તેમણે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું તો તેમને જેલમાં મોકલી દેવામાં આવશે. દાઇચી સૈંક્યો આર્બિટ્રેશન એવોર્ડ લાગુ કરાવવા માટે ભારતની કોર્ટમાં કેસ લડી રહી છે.
કંપનીએ સિંગાપોર ટ્રિબ્યુનલમાં દાઇચી સૈંક્યોએ કેસ જીત્યો હતો. દાઇચીએ 2008માં મલવિંદર અને શિવિંદર સિંહ પાસેથી રેનબેક્સી કંપની ખરીદી હતી. વેચાણ બાદ કંપનીને આક્ષેપ કર્યો હતો કે મલવિંદર અને શિવિંદર સિંહે રેનબેક્સી અંગે મહત્વની જાણકારી તેમનાથી છૂપાવી હતી.