કોઇ પણ ભોજનમાં મીઠું ન હોય તો એનો સ્વાદ લાગતો નથી અને ઘણા લોકો તો સલાડ પર મીઠું છાંટીને પણ ખાતા હોય છે, જોકે હવે એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે એક વ્યક્તિએ દિવસમાં માત્ર પાંચ ગ્રામ જેટલું જ મીઠું ખાવું જોઇએ. મીઠામાં સોડિયમ અને ક્લોરાઇડ એમ બે તત્ત્વો છે અને જો એ બંનેની માત્રા શરીરમાં વધે તો શરીર માટે એ નુકસાનકારક છે.

ખાવાની કેટલીક આઇટમોમાં મીઠાની માત્રા હોય છે; જ્યારે અથાણાં, સ્નેકસ, પાપડ, સોસ અને ચટણીમાં પણ મીઠું હોય છે. મીઠામાં રહેલ સોડિયમથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. આથી આવા પદાર્થો ખાનારા લોકોએ ઉપરથી મીઠું લેવાની કોઇ જરૂર નથી.

એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે રોજ પાંચ ગ્રામથી વધુ મીઠું શરીર માટે હા‌િનકારક છે. આધુનિક આહારમાં લોકો સોડિયમયુક્ત ખોરાક વધારે લે છે અને ફળ આધારિત ખોરાક ઓછો લેવા લાગ્યા છે. આના કારણે લોકોને બ્લડપ્રેશરની સમસ્યા વધારે સતાવવા લાગી છે.