ઓસ્ટ્રેલિયામાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રોજ ઓરેન્જ ખાવાથી આંખના રોગ ટાળી શકાય છે. વેસ્ટમિડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચમાં પ૦ વર્ષથી વધારે વયના આશરે ર૦૦૦ લોકો પર પંદર વર્ષ સુધી આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. આંખમાં મસ્કયુલર ડીજનરેશન થાય તો આંખથી જોવામાં તકલીફ થતી હોય છે, જે લોકો નિયમિત રીતે રોજ કે પછી અઠવાડિયામાં બે વાર ઓરેન્જ ખાતા હતા તેમની આંખો આ સમસ્યાથી મુક્ત રહેલી દેખાઇ હતી.