‘ગોલમાલ અગેઇન’ અને ‘સિમ્બા’ની સક્સેસ બાદ રોહિત શેટ્ટી હવે ઓડિયન્સને વધુ એક સરપ્રાઇઝ આપવા જઈ રહ્યો છે. આ ફિલ્મમેકરે તેના પ્રોડક્શન હાઉસ રોહિત શેટ્ટી પિક્ચર્સ હેઠળની એક એક્શન કોમેડી ફિલ્મને ડિરેક્ટ કરવા માટે ફરાહ ખાનને સાઇન કરી છે.
ફરાહ કહે છે કે, ‘ક્યારેક તમે જેની કલ્પના પણ ન કરી હોય એ આપવા માટે યુનિવર્સ કાવતરું રચે છે. રોહિતને હું એક બ્રધર તરીકે સાચો પ્રેમ કરું છું અને તેના વર્ક એથિક્સનું હું સન્માન કરું છું. તેની સાથેની ફિલ્મ માટે હું માત્ર પ્રોમિસ આપી શકું કે, એ તમામ એન્ટરટેઇનર્સની મધર હશે. હું આ ફિલ્મ માટે ‘રોલ, કેમેરા..’ કહેવા માટે રાહ જોઈ શકતી નથી. રોહિત કહે છે કે, ‘ફરાહ અમારા માટે કોઈ ફિલ્મ ડિરેક્ટ કરે એ મારા બેનર માટે સદ્‌ભાગ્ય છે. કેમ કે, તે ટેલેન્ટેડ અને મહેનતુ છે. હું આ ટેલેન્ટની પાવરહાઉસની સાથે કામ શરૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી. હું એના માટે આતુર છું.’ નોંધપાત્ર છે કે, રોહિત અને ફરાહની ફિલ્મમેકિંગની સ્ટાઇલ સાવ જુદી-જુદી છે.