અનુષ્કા શર્મા હાલ નવી કળા એટલે કે માટીમાંથી કળાકૃતિ બનાવવાનું શીખી રહી છે. ફિલ્મોમાં ઍક્ટિંગથી માંડીને ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં અનુષ્કા માહેર છે. તેને હવે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનો શોખ જાગ્યો છે. લંડનમાં વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કરતાં તેણે હવે ત્યાં માટીના વાસણ બનાવવાના ક્લાસીસ જૉઇન કર્યા છે. પોતાનાં શોખને પૂરો કરતાં તે નિયમીતપણે ક્લાસીસ પણ અટૅન્ડ કરે છે. કલાકારો હંમેશાં કંઈક નવુ અને અનોખુ કરવાની ઈચ્છા રાખતાં હોય છે.‘સુઈ ધાગાઃ મેઇડ ઇન ઇન્ડિયા’ માટે પણ અનુષ્કાએ ૩ મહિના સુધી ઍમ્બ્રોડેરી શીખવાની ટ્રેઇનિંગ લીધી હતી. સાથે જ તે ચરખો ચલાવવાનું પણ શીખી હતી. કોઈ નવી ફિલ્મમાં કામ કરવા માટે તેણે આ ક્લાસીસ શરૂ નથી કર્યા. જોકે આ કળા પ્રતિનાં પ્રેમને કારણે તેણે આ નવી આર્ટ શીખવાનું શરૂ કર્યું છે.