લક્ષ્‍મીવિલાસ પેલેસના દરબાર હોલમાં લાગેલા ૮ ઝુમ્મરો પૈકી ૪ ઝુમ્મરો  ફ્રાંસથી રિસ્ટોર થઇને આવી ગયા છે અને ફ્રાંસના નિષ્ણાંત આર્ટિસ્ટોએ તેને લગાવવાની કામગીરી આજે શરૃ કરી દીધી હતી. બાકીના ૪ ઝુમ્મરોને પણ તેઓ ફ્રાંસ લઇ જશે અને ત્યાં રિસ્ટોર થયા બાદ તેને પણ લગાવી દેવાશે.મહારાજા સયાજીરાવ ગાયકવાડે સન ૧૮૯૦માં લક્ષ્‍મીવિલાસ પેલેસનુ નિર્માણ કરાવ્યુ હતું અને ત્યારે દરબાર હોલમાં ૮ ઝુમ્મરો લગાવ્યા હતાં.
આ ઝુમ્મરો ખાસ ઇંગ્લેન્ડથી તૈયાર થઇને આવ્યા હતાં. ૧૨૬ વર્ષમાં ઝુમ્મરોનો ચળકાટ ઝાંખો થઇ ગયો હતો અને ઝુમ્મરો ક્ષતીગ્રસ્ત પણ થયા હતાં. વિશ્વભરના મહેલોમાં આલીશાન અને અલભ્ય ઝુમ્મરોનુ રિસ્ટોરેશન કરતા ફ્રાંસના વિશ્વ પ્રસિદ્ધ આર્ટિસ્ટ રેજીસ મેથ્યુ અને તેની ટીમે ગત વર્ષે લક્ષ્‍મીવિલાસ પેલેસની મુલાકાત લીધી હતી અને મહારાજ સમરજીતસિંગને દરબાર હોલના ઝુમ્મરોના રિસ્ટોરેશન માટે સૂચન કર્યુ હતું.
જે બાદ એક ઝુમ્મરનુ રિસ્ટોરેશન કરાયુ હતું અને ફેબુ્રઆરી-૨૦૧૭માં તે તૈયાર થઇ જતાં તેને દરબાર હોલમાં લગાવામાં આવ્યુ હતું. તે સમયે ત્રણ ઝુમ્મરોને ફ્રાંસ લઇ જવાયા હતા અને હવે તે પણ તૈયાર થઇ જતાં આજે ઝુમ્મરો સાથે ફ્રાંસની ટીમ આવી પહોંચી હતી. સવારથી જ ઝુમ્મરોને દરબાર હોલની છત પર લગાવવાનુ કામ ચાલી રહ્યુ છે અને બે દિવસમાં કામગીરી પુરી થઇ જશે.સમરજીતસિંગ ગાયકવાડે કહ્યુ હતું કે આ ઘટના ઇતિહાસનુ પુર્નાવર્તન કરી રહી છે. એ વાતથી મને રોમાંચ થઇ રહ્યો છે કે મહાન રાજવી સયાજીરાવે જ્યારે આ ઝુમ્મર લગાવ્યા હશે ત્યારે આવો જ મહોલ હશે હું તે ક્ષણની અનુભુતી કરી રહ્યો છું. આ ઝુમ્મરોથી દરબાર હોલની ભવ્યતા ઝળહળવા લાગશે.

LEAVE A REPLY

seventeen + 20 =