વિડિયોકોન લોન મામલામાં આઈસીઆઈસીઆઈ બેન્કની સ્વતંત્ર તપાસમાં પૂર્વ સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર દોષિત ઠરી છે. બેન્કે કહ્યું કે સ્વતંત્ર તપાસમાં બહાર આવ્યું છે કે કોચરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. અમે તેમના રાજીનામાને હાકલપટ્ટી માનીશું.
બેન્કે કહ્યું કે ચંદા કોચર આઈસીઆઈસીઆઈના નિયમો અને કાર્યપ્રણાલીનું ઉલ્લંઘન કરી રહી હતી. બોર્ડ ડાયરેકટર્સે નિર્ણય લીધો છે કે પર્સનલ પોલીસી અંતર્ગત ચંદાનું બેન્કઓથી અલગ થવાના કારણને તેમનું નિષ્કાસન માનવામાં આવશે. તેમને ફાયદાઓની ચૂકવણી કરવામાં આવશે નહિ, તેમાં બોનસ પણ સામેલ છે.
ચંદા કોચરે આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજિંગ ડાયરેકટર અને સીઈઓ પદ પરથી ઓક્ટોબર 2018એ રાજાનામું આપ્યું હતું. કોચરે બોર્ડને અપીલ કરી હતી કે તેને ઝડપથી રિટાયરમેન્ટ આપવામાં આવે. જેને મંજૂર કરી લેવામાં આવ્યું હતું.
સીબીઆઈએ જાન્યુઆરી 2019માં ચંદા કોચર, તેના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના એમડી વેણુગોપલ ધૂતની સામે એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ વિડિયોકોન કંપનીની મુંબઈ-ઓરંગાબાદ સ્થિત ઓફીસ અને દીપક કોચરના નિવાસ્થાનો પર રેડ કરી હતી.
એક ન્યુઝ પેપરે તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે આઈસીઆઈસીઆઈ બેન્કે વિડિયોકોન ગ્રુપને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી. તેનો 86 ટકા હિસ્સો ચૂકવવામાં આવ્યો.
બાદમાં વિડિયોકોનની મદદથી બનેલી એક કંપની ચંદા કોચરના પતિ દીપક કોચરની આગેવાની વાળા ટ્રસ્ટના નામે કરવામાં આવી. ચંદા કોચર પર વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂત દ્વારા તેમના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને લાભ કરાવવાનો આરોપ છે.