બ્રિટનમાં વસતા ગુજરાતી પરિવારોમાં સૌથી જુના અને લોહાણા સમાજના જાણીતા અગ્રણી શ્રી ધનજીભાઈ દેવજીભાઈ તન્ના (MBE)નું તા. 11 ઓગસ્ટ 2019ને રવિવારે 96 વર્ષની વયે નીકટના પરિવારજનોની ઉપસ્થિતીમાં 96 વર્ષની વયે નિઘન થયુ હતુ.

સ્વ. ધનજીભાઈ તન્ના ઘણી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમનો ગુજરાતી ભાષા તરફનો પ્રેમ જાણીતો હતો અને ગુજરાતી ભાષાની સેવા માટે તેઓ સદાય તત્પર રહેતા હતા. તેઓ ગરવી ગુજરાત સાપ્તાહિક અને પરિવારના પ્રખર ટેકેદાર હતા.

સ્વ. ધનજીભાઈના સદ્ગત આત્માની શાંતિ અર્થે  પ્રાર્થના સભાનું આયોજન રવિવાર તા. 18 ઓગસ્ટ 2019ના રોજ બપોરે 4થી 5.30 દરમિયાન નવનાત વણિક હોલ, પ્રિન્ટિંગ હાઉસ લેન, વેસ્ટ ડ્રાયટન, UB3 1AR ખાતે કરવામાં આવ્યું છે. તે પહેલા વપોરના 3થી 4 પરિવારને મળી શકાશે. (ગેટ 2 દ્વારા પ્રવેશ – પાર્કિંગ ઉપલબ્ધ છે). ઘરે કોઈ પ્રાર્થના રાખવામાં આવી નથી.

સદ્ગતની અંતિમ ક્રિયા મંગળવાર 20 ઓગસ્ટ 2019 બપોરે 12 વાગ્યે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ, 62 હૂપ લેન,  લંડન NW11 7NL  ખાતે થશે.

સંપર્કઃ રવિન્દ્રભાઈ તન્ના: 07958 608 072, પંકજભાઈ તન્ના: 07983  871 814 અને ક્રિતીકાબેન 07944 722116