લોકસભા ચૂંટણી માટે પ્રચારની સમયમર્યાદા પૂરી થતાની સાથે જે ભાજપા અને કોંગ્રેસ એમ બંને પાર્ટીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીએ પહેલી વાર પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમની સાથે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ રહ્યા હતા. જેની પર આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો કે, વેરી ગુડ, વડાપ્રધાનની પહેલી પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પરિણામથી ચાર-પાંચ દિવસ પહેલા જ થાય છે. થોડુ આશ્ચર્યજનક છે કે અમિત શાહ વડાપ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે, દરવાજો બંદ કરી દેવાયો છે અને કેટલાક પત્રકારોને પ્રવેશ નથી કરવા દેવાયો. બંદ રુમમાં કોન્ફરન્સ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું મોદીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે, તમે રાફેલ મામલે કોઇ જવાબ કેમ ન આપ્યો? સામાન્ય જનતાનો પૈસો અનિલ અંબાણીને કેમ આપી દેવાયો? તમે મારી સાથે ડિબેટ કેમ ન કરી? કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, મોદી જીની જે ફિલોસોફી છે જે તે હિંસાની છે ગાંધીજીની નથી. બાકી તો જનતા 23મેના રોજ નિર્ણય કરશે જે, જેના આધારે કામ કરીશું.
રાહુલ ગાંધીએ આ દરમિયાન ચૂંટણી પંચ પર પક્ષપાતના આક્ષેપ લગાવ્યા હતા કે, પંચે આ વખતે તટસ્થ કામ નથી કર્યું, મોદી જે ઇચ્છે તે બોલી દેતા અને એજ બાબત માટે બીજા કોઇને પંચ દ્વારા રોકવા-ટોકવામાં આવતા. સમગ્ર ચૂંટણી તારીખોનું માળખું પણ મોદીજીના પ્રચારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું. વિપક્ષનું કામ છે કે, જનતાના સામાન્ય મુદ્દાઓને ઉઠાવે. તેમની પાસે અપાર પૈસો અને ટીવી ચેનલો છે જ્યારે અમારી પાસે માત્ર સત્ય છે.
રાહુલ ગાંધીએ આ દરમિયાન જણાવ્યું કેસ આ ચૂંટણી ભ્રષ્ટાચાર, રોજગાર, ખેડૂતોની સ્થિતિ, ઇકોનોમી, GST અને નોટબંદી પર થઇ જ્યારે આ મુદ્દાઓ પર કોઇ જ જવાબ મળ્યો નથી. મોદીજીને બાલાકોટ માટે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, મૌસમ ખરાબ છે રડાર પકડી નહી શકે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસે આ સમય દરમિયાન વિપક્ષની શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી.