બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ બિલનું ૧૪૯ મતે પરાજય થવાના બીજા જ દિવસે કોઇપણ જાતના કરાર કે સોદા વગર ૨૯ માર્ચના રોજ યુરોપીયન સંઘમાંથી નીકળવા બ્રિટનને રોકવા મત આપવા સાંસદો આમ સભામાં પરત ફરશે. કોઇપણ જાતના સંક્રમણ તબક્કા વગર ૨૮ સભ્યોના આર્થિક બ્લોકમાંથી બ્રિટનને દૂર કરનાર આ દરખાસ્તનો હેતુ અફરાતપરી ટાળવા મતદાન કરવાનો છે.

વિવાદાસ્પદ આઇરિશ બેકસ્ટોપની કલમમાંથી મેળવેલા લાભના કારણે બ્રિટનને યુરોપીયન સંઘના નિયમોથી અમર્યાદિત સમય સુધી બંધાયેલા રહેવું નહીં પડે તેવી બ્રેક્ઝિટની તરફેણ કરનારાઓને આપેલી સમજણ અને ૩૯૧ વિરૃધ્ધ ૨૪૨ ના વિજય છતાં પણ મેના વિડ્રોઅલ કરારને ફગાવી દેવામાં આવ્યો હતો.

મંગળવારે રાત્રે બ્રેક્ઝિટ અંગે સંસદમાં એક વધુ પરાજય પછી બોલતાં મેએ કહ્યું હતું કે હવે સાંસદો એ નક્કી કરવાનું છે કે તેઓ બ્રેક્ઝિટને વિલંબ કરવા ઇચ્છે છે, એક વધુ રેફરન્ડમ કરવા ઇચ્છે છે કે પછી આ સોદા સિવાયના અન્ય સોદા સાથે બહાર નીકળવા ઇચ્છે છે કે કેમ?

તેમણે કોઇપણ જાતના કરારના વગરના બ્રેક્ઝિટ વિષે પોતાનો અંગત વિરોધ સ્પષ્ટ કર્યો હતો અને કોઇપણ જાતના કાર વગર સંઘને સંભવિત નુકસાની ચેતવણી આપી હતી.

બુધવારની દરખાસ્ત આ મુજબની હતી ‘ આ ગૃહ કોઇપણ જાતના કરાર અને ભાવી સબંધ અંગેની રૃપરેખા વગર ૨૯ માર્ચે યુરોપીયન સંઘમાંથી નીકળવાની દરખાસ્તને ના મંજૂર કરે છે’. પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઝગડી રહેલા વિવિધ જુથો વચ્ચે વધુ અસંતોષ પેદા ના થાય તેને રોકવાના એક અસાધારણ પગલાંમાં થેરેસા મેએ જાહેર કર્યું હતું કે તેમના પક્ષના સાંસદો દરખાસ્ત પર મત આપવા મૂક્ત છે અને તેમને કોઇ જ આદેશ આપવામાં આવશે નહીં.