વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે બે વાગતા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભરત ચુડાસમા, જીતુભાઈ વાઘાણી, બિજલ પટેલે મોદીને આવકાર્યા હતા. એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા છે. ગાંધીનગર પહોંચીને વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું છે આ વર્ષે પણ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ભવ્ય આયોજન કરાયું છે. આ બે લાખ ચોરસ મીટર પ્રદર્શન અને સ્ટોલ વિસ્તાર ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે. આ વખતે અહીં પહેલી વખત બાયર-સેલર મિટ રિવર્સ બાયર-સેલર મીટ યોજાશે. જેમાં દેશ-વિદેશ અને સ્થાનિય ખરીદારો તથા વેચનારા ભેગા થશે. વિદ્યાર્થીઓ-અભ્યાસુઓ પણ આ મિટમાં જોડાશે.