વર્ષોથી જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તે ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપનું 30મીએ પુરુ થશે. 30 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાપર્ણ કરશે અને સુરત શારજાહની પહેલી ફલાઇટને લીલીઝંડી પણ આપશે. સુરતને ઇન્ટરનેશલ એરપોર્ટ શરૂ કરાવવા અને ઇટરનેશનેશનલ ફલાઇટ ચાલું કરાવવામાં સુરતના સાસંદ સી. આર. પાટીલની મહેનત આખરે રંગ લાવી છે. છે.
પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાપર્ણ અને ફલાઇટ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. સુરતના લાખો લોકોને ઇન્ટરનેશલ એરપોર્ટનો ફાયદો થશે એમ પાટીલે કહ્યું હતું. પહેલી ફલાઇટ સુરત શારજાહ અને ઓગસ્ટમાં સુરત બેંગકોકની ફલાઇટ શરૂ કરવામાં આવશે. ડોમેસ્ટીક ફલાઇટ પણ નવી કનેકિટવિટી માટે એરલાઇન્સો રસ લઇ રહી છે. સુરતને નજીકના દિવસોમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો લાભ મળે તેવા સંકેત મળ્યા છે.
આગામી એક જ સપ્તાહમાં સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવા માટેનું નોટિફિકેશન બહાર પડી જશે. સાંસદ સી.આર.પાટીલે તરફથી આવા સંકેતો આપવામાં આવ્યા છે. હાલમાં સુરત એરપોર્ટનો રન-વે પણ 2905 મીટરનો થઈ ગયો હોવાથી ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટાન્ડર્ડ પણ જળવાઈ જતા હોવાથી એર ઇન્ડિયા ઉપરાંત સ્પાઇસ જેટ અને એર એશિયા તરફથી પણ સુરતથી ઓપરેશન શરુ કરવાની તૈયારી દર્શાવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતથી આગામી ઓગસ્ટ મહિનાથી બેંગકોક, દુબઈ અને શારજાહની સીધી સેવા ચાલુ કરી દેવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, સાંસદ સી.આર પાટિલે ઇન્ટરનેશનલ એરપોર્ટની માહિતી આપતા કહ્યું હતું કે એરપોર્ટ ઉપર એક અઠવાડિયાની અંદર જ કસ્ટમ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવાનું નોટિફિકેશન બહાર પડી દેવામાં આવશે. કસ્ટમ ક્લિયરન્સ સુવિધા માટે કસ્ટમ ઓફિસર્સ અને સ્ટાફને માટે જરૂરી તમામ ફેસિલિટી ઉભી કરી દેવામાં આવી છે.
ઉપરાંત તમામ પ્રકારના સ્કેનર્સથી માંડીને, ઓફિસર્સને માટેની ચેમ્બર્સ, સ્ટ્રોંગરૂમ, ઇન્ટ્રોગેશન રૂમ જેવી તમામ બાબતોને સાંકળીને એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,તેમણે એવું પણ કહ્યું હતું કે, એરપોર્ટ ઉપર વિમાનોને લેન્ડ થવા માટે જે મોટા બિલ્ડિંગો નડતરરૂપ છે. તેને માટે પાલિકા અને એરપોર્ટ ઓથોરિટીની જોઇન્ટ કમિટિ બનાવાઈ છે. તેમાં અડચણરૂપ જણાય તો તેવી ઇમારતોને દૂર કરવા માટેની તજવીજ કરાશે. એટલું જ નહીં સુરત એરપોર્ટ ઉપર હજુ વધુ એર કનેક્ટિવિટી શરૂ થાય તે માટેના પ્રયત્નો જારી છે. એર એશિયા અને ઇન્ડિગો સુરતથી ફ્લાઈટ શરૂ કરવા માટે આતુર છે.
83.51 કરોડના વિકાસકામો હાલમાં ચાલી રહ્યાં છે. તેમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગને લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફેસિલિટીને લાયક બનાવવા મોડિફાય કરાઈ રહ્યું છે. હાલના રન-વેને રૂ.72.14 કરોડના ખર્ચે રિ-કાર્પેટિંગ કરાયો છે. 10.37 કરોડના ખર્ચે કાર્ગો ટર્મિનલ કોમ્પલેક્સ ઊભુ કરાઈ રહ્યું છે, જે ઓગસ્ટ-2018 સુધીમાં પુરુ થઈ જશે.
363 કરોડનો ખર્ચે માગતા કામો સુરત એરપોર્ટ માટે પ્લાનિંગમાં લેવાય ચૂક્યા છે, તેમાં 231 કરોડના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ કરવાનું વિચારાયુ છે, વિસ્તરણથી ટર્મિનલ 17046 ચોરસમીટરથી વધીને 25520 ચોરસમીટર ક્ષેત્રફળનું થશે. ટર્મિનલની કેપેસિટી વર્ષે 26 લાખ લોકોની અવરજવર થઈ શકે તેટલી રહેશે. ડિસેમ્બર-2020 સુધીમાં વધારાના 10 વિમાનના પાર્કિંગ સ્ટેન્ડ માટે એપ્રન અને ટેક્સી ટ્રેક બનાવાશે. સુરત એરપોર્ટ ઉપર લાંબા ગાળાના કામોનું જે આયોજન વિચારાયુ છે, તેમાં એરપોર્ટ ઉપર નવા લોકેશન ઉપર નવુ ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ બનાવવું. ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે રનવેનું વધુ વિસ્તરણ કરીને 3810 મીટર લાંબો કરવાનું પણ લાંબા ગાળાના કામ તરીકે વિચારાયુ છે.