વડોદરાનો લક્ષ્‍મિ વિલાસ પેલેસ કે જેને જોઇને અચૂક એક વખત તેમાં રહેવાની ઇચ્છા થાય જ. તો હવે તમારી આ ઇચ્છા થોડા જ સમયમાં પૂર્ણ થશે. કારણકે લક્ષ્‍મીવિલાસ પેલેસ વૈભવી હોટલમાં પરિવર્તિત થવા જઇ રહી છે. જે અંગે ચાર મોટી હોટલ ચેઇન્સને પ્રપોઝલ મોકલવામાં આવ્યા છે. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા લક્ષ્‍મીવિલાસ પેલેસમાં હોટલ શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. જેને પગલે પેલેસ તરફથી પ્રપોઝલ મોકલવામાં આવ્યાં છે.તાજ ગ્રૂપ, ઓબોરોય ગ્રૂપ, રેડિસન હોટેલ્સ અને આઇટીસી હોટેલ્સને લક્ષ્‍મી વિલાસ પેલેસમાં હોટલ શરૂ કરવાના પ્રપોઝલ મોકલમાં આવ્યાં છે.
આગામી સમયમાં હોટલના રિપ્રેઝન્ટેટીવ હોટલની મુલાકાત લેશે. જે ગ્રૂપ સાથે તમામ શરતો પરિપૂર્ણ થશે તેની સાથે આ પ્રોજેક્ટ ઉપર કામગીરી હાથ ધરાશે. હાલ તો લક્ષ્‍મીવિલાસ પેલેસ બેક્વેટ્સના સ્વરૂપમાં કાર્યરત છે. ત્યારે પેલેસમાં હોટેલ સાથે એક હેરીટેજ ટુરીઝમ વિકસે તેવી શક્યતા છે. 120 વર્ષ જૂના આ પલેસેને જો હોટલમાં પરિવર્તિત કરવામાં આવે તો તેના ગોલ્ફ કોર્સમાં ફેરફાર નહીં કરવામાં આવે. જ્યારે પેલેસની માલિકી ગાયકવાળ પરિવાર પાસે જ રહેશે

LEAVE A REPLY

19 − eighteen =