પાકિસ્તાન સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર-ફિંચની ઓપનિંગ જોડીએ 22.1 ઓવરમાં 146 રનની પાર્ટનરશિપ કરી હતી. વોર્નરે 107 રન બનાવ્યા હતા. ફિંચે 82 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાયના તમામ બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 10 ઓવરમાં 2 મેડન નાંખી 30 રનમાં 5 વિકેટ ઝડપી હતી.

વોર્નર-ફિંચની જોડીએ 22.1 ઓવરમાં 146 રનની ભાગીદારી કર્યા બાદ ઓસ્ટ્રેલિયા 380 આસપાસનો સ્કોર ખડકશે તેમ લગાતું હતું પરંતુ તેમ થયું નહોતું. વોર્નર-ફિંચ સિવાયના તમામ બેટ્સમેનો પાકિસ્તાની બોલરનો સામનો કરી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયાએ 161 રનમાં જ 10 વિકેટ ગુમાવી હતી.308 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાનો 41 રને વિજય થયો હતો. પાકિસ્તાન તરફથી ઈમામ ઉલ હકે સર્વાધિક 53 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 3, સ્ટાર્ક અને કેન રિચર્ડસને 2-2 વિેકેટ ઝડપી હતી.