ભારતની જિમ્નાસ્ટ દીપા કરમાકરે જર્મનીના કોટબસમાં ચાલી રહેલા વર્લ્ડ કપ જિમ્નાસ્ટિક્સના ત્રીજા દિવસે વૉલ્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ત્રિપુરાની ૨૫ વર્ષની આ એથલિટે ૧૪.૩૧૬ના સ્કોર સાથે આ સિદ્ધિ મેળવી હતી. તેમણે ૧૬ સ્પર્ધકોમાં છઠ્ઠા ક્રમે રહી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બ્રાઝિલની રેબેકા એન્ડ્રેડને ગોલ્ડ તથા અમેરિકાની જેડ કારેને સિલ્વર મેડલ મળ્યો હતો. દીપાએ તુર્કીમાં જુલાઈમાં યોજાયેલી જિમ્નાસ્ટિક વિશ્વ ચેલેન્જ કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઘુટણમાં ઈજાને કારણે દીપા એશિયન ગેમ્સમાં વૉલ્ટ ફાઈનલ રમી શકી નહોતી.