વિજયા બૅન્ક અને દેના બૅન્કનું બૅન્ક ઑફ બરોડા સાથે આજથી મર્જર થશે. દેશની ત્રીજી મોટી બૅન્ક બની જશે. વિજયા બૅન્ક અને દેના બૅન્કની બ્રાન્ચો સોમવારથી બૅન્ક ઑફ બરોડાના આઉટલેટ તરીકે કામ કરશે.વિજયા બૅન્ક અને દેના બૅન્કના થાપણદારો સહિત ગ્રાહકો હવેથી બૅન્ક ઑફ બરોડાના ગ્રાહક ગણાશે, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું. સરકારે ગત અઠવાડિયે બૅન્ક ઑફ બરોડામાં રૂ. ૫૦૪૨ કરોડ ઠાલવ્યા હતા.

એમાલ્ગેશન સ્કિમ અનુસાર વિજયા બૅન્કના શૅરધારકોને ૧૦૦૦ શેરદીઠ બૅન્ક ઑફ બરોડાના ૪૦૦ ઈક્વિટી શેર તથા દેના બૅન્કમાં ૧૧૦ શેર મળશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ બૅન્કના મર્જરની જાહેરાત કરાઈ હતી. હવે ત્રણે બૅન્કનો સંયુક્ત બિઝનેશ રૂ. ૧૪.૮૨ લાખ કરોડ થતાં સ્ટેટ બૅન્ક અને આઇસીઆઇસીઆઈ બૅન્ક બાદ ત્રીજી મોટી બૅન્ક બની જશે. મર્જર બાદ જાહેર ક્ષેત્રની બૅન્કોની સંખ્યા ઘટીને ૧૮ થઈ છે.