નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારના નાણાંમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત બહાર રાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ કક્ષાના અભ્યાસ કરનાઓને નિગમની યોજનાઓનો લાભ આપવામાં આવશે.
અત્યાર સુધી રાજ્ય સરકારા દ્વારા વિદેશમાં અને રાજ્ય બહાર એમબીબીએસનો અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને જ રૂપિયા 15 લાખાની લોન આપવામાં આવતી હતી. જેમાં બદલાવ કરીને હવે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જો વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે રાજ્ય સરકાર તરફથી સસ્તા દરની લોન રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.
વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે, ભાજપ સામે કોંગ્રેસ પ્રશ્નો ઉભા કરે છે પણ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ શાસિત રાજ્યમાં બિન અનામત જ્ઞાતિને કોઈ લાભ આપ્યો હોય તેવી કહેવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસ માત્ર પ્રશ્નો જ‌ ઉભા કરે છે. કોંગ્રેસ માત્ર પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરે છે.