વિધાયક અમાનતુલ્લા AAPમાંથી સસ્પેન્ડ, કુમાર વિશ્વાસને બનાવાયા રાજસ્થાનના પ્રભારી

0
476

આમ આદમી પાર્ટીમાં કુમાર વિશ્વાસને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી ગયો હોય તેવુ જણાય છે. પાર્ટીના વિધાયક અમાનતુલ્લાહ ખાનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. અમાનતુલ્લાહ ખાને વિશ્વાસ વિરુદ્ધ ખુલીને નિવેદનો આપ્યા હતાં અને તેમના પર ભાજપ સાથે મળીને પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે કુમાર વિશ્વાસ તેમને પાર્ટીમાંથી બહાર કાઢવા ઉપર મક્કમ બની રહ્યા હતાં. આજે પાર્ટીની રાજનીતિક મામલાઓની સમિતિ (PAC)ની બેઠક બાદ અમાનતુલ્લાહ ખાનને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાથે જ કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી બનાવવાની જાહેરાત પણ કરાઈ છે.
લગભગ ત્રણ કલાક ચાલેલી PACની બેઠકમાં અનેક મુદ્દાઓ પર વાત થઈ. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા અને કુમાર વિશ્વાસે મીડિયા સામે આવીને તમામ જાણકારીઓ આપી. કુમારે પોતાને સમર્થન આપવા બદલ કાર્યકર્તાઓ અને તમામ પદાધિકારીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું અને તેમને ખાતરી આપું છું કે જ્યારે પણ પાર્ટીમાં વિચાર વિમર્શની જરૂર પડશે ત્યારે અમે બેસીશું અને વાત કરીશું. પહેલા જ કહ્યું હતું કે કોઈને પણ ભ્રમ ન હોય તે આ કોઈ વર્ચસ્વનો સંવાદ છે. કુમારે ફરીથી કહ્યું કે તેમને મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી. પાર્ટીમાં વિચાર વિમર્શની પ્રક્રિયાની શરૂઆત થઈ છે અને તે આગળ પણ જારી રહેશે.
નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ અમાનતુલ્લાખાનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની જાણકારી આપી. તેમણે કહ્યું કે અનેક મહત્વના ફેસલા લેવાયા. બે મહત્વના ફેસલા એ છે કે અમાનતુલ્લાહ ખાનને પાર્ટીની સદસ્યતામાંથી સસ્પેન્ડ કરી દેવાનો ફેસલો લેવાયો છે. સાથે સાથે એક કમિટીનું પણ ગઠન કરાયું છે જે સમગ્ર મામલાની તપાસ કરશે. અમાનતુલ્લાહનો પક્ષ પણ સાંભળવામાં આવશે, ત્યાં સુધી તેઓ પાર્ટીમાંથી સસ્પેન્ડ રહેશે. બીજો ફેસલો એ છે કે કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. તેઓ પાર્ટીના સંગઠનને ત્યાં મજબુત બનાવવાનું કામ કરશે.

LEAVE A REPLY

1 + seven =