જમ્મુ કશ્મીરના વિભાજનવાદી પરિબળોએ આજે રાજ્યમાં બંધનું એલાન કરતાં અગમચેતી રૂપે આજે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. સિક્યોરિટીનો કડક બંદોબસ્ત રાજ્યમાં ઠેર ઠેર ગોઠવવામાં આવ્યો હતો.

1913ના જુલાઇની 13મીએ એ સમયના ડોગરા મહારાજાના લશ્કરે શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર કરેલા ગોળીબારમાં બાવીસથી વધુ લોકો માર્યા ગયા હતા. એટલે 13 જુલાઇના દિવસે જમ્મુ કશ્મીરમાં બંધની હાકલ કરાય છે. આ વખતે વિભાજનવાદી પરિબળોએ આ હાકલ કરી હતી. કોઇ અઘટિત બનાવ બનતો રોકવા સિક્યોરિટીએ આજનો દિવસ અમરનાથ યાત્રા પણ રોકી દીધી હતી.

ઇન્ડો તિબેટિયન ફોર્સ અને અન્ય અર્ધલશ્કરી દળો સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. આમ તો મોટા ભાગના વિભાજનવાદી નેતાઓ હાલ નેશનળ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઇએ) દ્વારા હાથ ધરાયેલી તપાસ હેઠળ નજરકેદ જેવી સ્થિતિમાં છે. પરંતુ તેમના ટેકેદારો મુક્ત હોવાથી આવા બંધના એેલાન કરતાં રહે છે. યાત્રાળુઓને વિના કારણે સહેવું ન પડે માટે આજનો દિવસ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી.