ઓક્સફોર્ડ ઇકોનોમિકસ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ આવતાં બે દશકામાં ભારત વિશ્વનાં ટોપ 10 સૌથી ઝડપી વિકાસ પામતાં શહેરોનાં લીસ્ટમાં શામેલ થઇ જશે. ભારતનાં ગુજરાતનું ડાયમંડ શહેર સુરત આ લીસ્ટમાં શામેલ થઇ શકે છે.
ઓક્સફોર્ડનાં રિપોર્ટ અનુસાર, સુરત શહેર વર્ષ 2035 સુધીમાં ઘણું વિકસિત થઇ ગયું હશે. વર્ષ 2027 સુધીમાં ભારતનાં અમુક શહેરનો વિકાસ વિશ્વનાં મોટાં શહેરોની સરખામણીમાં ઓછો હશે. એશિયાના બધાં શહેરોનો સામુહિક GDP ,તમામ નોર્થ અમેરિકન અને યુરોપીયન અર્બન સીટીનાં સામુહિક GDP કરતાં 2027 સુધીમાં વધી જશે.
જયારે વર્ષ 2035 સુધીમાં આ GDPમાં સૌથી વધુ 17% થી વધારે ફાળો ચીનનાં શહેરોનો હશે. જયારે નોર્થ અમેરિકામાં સેન જોસ , જે સિલિકોનવેલીનું પ્રતિનિધિત્વ કરે છે એ બેસ્ટ પર્ફોમર હશે.