અટલબિહારી વાજપાયીના નિધનથી વિશ્વના ટોચના નેતાઓએ આઘાતની લાગણી અનુભવી છે. સ્વ. વાજપાયીએ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં વિશ્વના અનેક નેતાઓ સાથે ઉષ્માભર્યા સંબંધો બાંધ્યા હતા.

પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના નેતા અને વડાપ્રધાન બનવા જઈ રહેલા ઈમરાન ખાને કહ્યું કે, સ્વ.  અટલ બિહારી વાજપેયી રાજકારણનું એક મોટું વ્યક્તિત્વ છે. ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરે તે માટે તેમણે કરેલા પ્રયત્નોને હંમેશા યાદ કરવામાં આવશે. ચીનના એમ્બેસેડર લુયો હાઓહુઈએ ટ્વિટ કર્યું છે કે, અટલ બિહારી વાજપેયીના નિધનથી ખૂબ દુખ થયું. ભારત સ્થિત અમેરિકી એમ્બેસેડરે કહ્યું, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ તેમના શાસનકાળમાં અમેરિકા સાથે મબજૂત સંબંધો પર જોર આપ્યું હતું. બ્રિટન અને જાપાનના રાજદૂતે કહ્યું કે, તેઓ વૈશ્વિક નેતાઓમાંથી એક હતા. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશના લોકોમાં પણ અટલ બિહારી વાજપેયીને ખૂબ લોકપ્રિય હતા.