અભિનેત્રી સ્વરા ભાસ્કરે એવો દાવો કર્યો હતો કે મેં આગામી વેબ સિરિઝ ફ્લેશમાં દિલધડક સ્ટંટ જાતે કર્યાં છે જે દર્શકોને દંગ કરી નાખશે. આ વેબ સિરિઝમાં હ્યુમન ટ્રાફિકિંગની અને ખાસ તો કૂમળી વયની બાળકીઓને વેશ્યા વ્યવસાયમાં ધકેલી દેવાની કથા છે. સ્વરાએ એમાં મુંબઇ પોલીસ દળની એેક પ્રમાણિક પોલીસ અધિકારીનો રોલ કર્યો છે. એ પોતાના સ્ટંટ બાબત ગૌરવપૂર્વક વાત કરતાં કહે છે કે અગાઉ મેં કદી કલ્પના પણ કરી નહોતી કે હું ક્યારેક આવા જોખમી સ્ટંટ પણ કરીશ. આમ છતાં જોખમો તો હતાંજ પરંતુ મેં પૂરતી પ્રેક્ટિસ કરી હતી અને આત્મવિશ્વાસ અકબંધ રાખ્યો હતો એટલે મારા સ્ટંટ હું જાતે કરી શકી હતી’ એમ સ્વરાએ કહ્યું હતું. સ્વરાએ અગાઉ ઇટ્સ નોટ ધેટ સિમ્પલ નામે વેબ સિરિઝ કરી હતી. એ સિરિઝના ડાયરેક્ટર ડેનિસ અસલમે જ ફ્લેશનું પણ નિર્દેશન કર્યું છે. સ્વરા અને ડેનિસ વચ્ચે સારો એવો મનમેળ સ્થપાઇ ચૂક્યો છે. બંને એેકમેકને બરાબર સમજી ચૂક્યાં છે. સ્વરાએ કહ્યું કે અમે રોજ સોળેક કલાક શૂટિંગ કરીએ છીએ એટલે સાંજ પડયે થાકી જવાય છે. એથી વધુ લાંબી નહીં હોય એમ પણ એણે કહ્યું હતું.