ર૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક વેરેબલ માર્કેટમાં એપલ કુલ ૧૬ર લાખ ડિવાઈઝની શિપમેન્ટમાં ૧૦૪ લાખ વોચની સાથે સૌથી મોખરે આવે છે એવું ઈન્ટરનેશનલ ડેટ કોર્પોરેશનના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે. આ ગાળામાં વૈશ્વિક સ્તરે વેરેબલ ડિવાઈઝ માર્કેટમાં ૩૧.૪ ટકા વૃદ્ધિ જોવા મળી છે તેની સામે પ૯૩ લાખ યુનિટની સાથે નવી વિક્રમી સપાટી પહોંચ્યો છે. વેરેબલ માર્કેટમાં એપલ ર૭.૪ ટકા હિસ્સા સાથે મોખરે આવે છે જ્યારે શાયમી ૧ર.૬ ટકાના હિસ્સા સાથે બીજો સ્થાન ધરાવે છે. આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે કે વેરેબલ માર્કેટમાં સૌથી વધારે હિસ્સો ધરાવતી કંપની અને બીજા ક્રમની કંપની વચ્ચેનો અંદર ખુબજ વધારે છે. રિસ્ટ બ્રાન્ડમાં શાયોમીની એમઆઈ બેન્ડ ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. ર૦૧૮માં ર૭.પ ટકાની વૃદ્ધિમાં ૧૭રર લાખ વેરેબલ ડિવાઈઝ શિપમેન્ટ થયા છે. તેની સામે ૪૬ર લાખ યુનિટ શિપ કરવામાં આવ્યા છે. સ્માર્ટવોચમાં પ૪.૩ ટકા વૃદ્ધિ થઈ છે જે ર૦૧૮માં વેરેબલ ડિવાઈઝના શિપમેન્ટમાં ર૯.૮ ટકા હિસ્સો ધરાવે છે. આ ત્રિમાસિક ગાળામાં હુવેઈએ ૪૩ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. વેરેબલ માર્કેટમાં ફિટબીટ ચોથા અને સેમસંગ પાંચ ક્રમે આવે છે. શાયોમી, હુવેઈ અને ફીટફિટ આ કેટેગરી સતત નવા પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે.