મૃત્યુ પામેલી મહિલાઓમાંથી એક સુરતના પલસાણાની વતની અને હાલ સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગની રહેવાસી મીના પીયૂષ પટેલ અને અન્ય મહિલા રમીલા નરેશભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતની ટ્રાવેલિંગ કંપનીની બસના લગભગ 26 યાત્રાળુઓ ગઈ કાલે સવારે દસ વાગ્યે વૈષ્ણોદેવીનાં દર્શન કર્યા બાદ અમ્રિતસરમાં વાઘા બૉર્ડર ખાતે બીટિંગ રિટ્રીટ જોવા જતા હતા ત્યારે હાઇવે પર કથુઆ ખાતે બસ ડિવાઇડર સાથે અથડાયા પછી ઊથલી પડી હતી.
ઈજાગ્રસ્તોને કથુઆ જિલ્લા હૉસ્પિટલમાં અને જમ્મુની સરકારી મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં ત્રણ જણની સ્થિતિ ગંભીર છે.