વર્લ્ડ કપમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી જબરજસ્ત ખીલ્યો છે. તેણે રવિવારે 5 વિકેટ ઝડપી એક વધુ રેકોર્ડ કર્યો હતો. વર્લ્ડ કપમાં સતત ત્રણ વખત 4 વિકેટ ઝડપનારો મોહમ્મદ શમી પ્રથમ બોલર બની ગયો છે. ડાબાેડી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડની પાંચ વિકેટ ખેરવી કરિયરનો બેસ્ટ દેખાવ કર્યો હતો.
પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી પછી શમી વર્લ્ડ કપમાં સતત 3 મેચોમાં 4-4 કે તેથી વધુ વિકેટ મેળવી હોય તેવો વિશ્વનો ફક્ત બીજો અને ભારતનો પહેલો બોલર શમી છે. આફ્રિદીએ 2011ના વર્લ્ડ કપમાં સતત ત્રણ ઈનિંગમાં 4-4 વિકેટ લીધી હતી. જો કે, વન-ડે ઈન્ટરનેશનલ્સમાં શમી પહેલા ભારતના જ નરેન્દ્ર હિરવાણીએ 1988માં સતત 3 વખત 4-4 વિકેટ લીધી હતી.