Bishkek: Indian Prime Minister Narendra Modi listens to Russian President Vladimir Putin, back to a camera, during their talks on a sideline of the Shanghai Cooperation Organization summit in Bishkek, Kyrgyzstan, Thursday, June 13, 2019. The Shanghai Cooperation Organization is a security alliance that brings together Russia, China, India, Pakistan along with ex-Soviet Central Asia nations of Kazakhstan, Kyrgyzstan, Tajikistan and Uzbekistan. AP/PTI(AP6_13_2019_000146B)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય પછી પોતાના બીજા વિદેશ પ્રવાસે અને પ્રથમ વખત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાનની રાજધાની પહોંચ્યા છે. અહીં શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદનું બે દિવસીય આયોજન છે. આજે બીજા દિવસે શિખર પરિષદમાં ભાગ લેવા આવેલા વિવિધ નેતાઓના સંબોધનની શરૂઆત થઈ હતી.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ત્રાસવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદી ત્રાસવાદ મુદ્દે બોલતા હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમની સામે જ બેઠા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં ત્રાસવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, “ત્રાસવાદ સામે માનવતાવાદી શક્તીઓએ હાથ મિલાવાની જરૂર છે. વિશ્વમાં આતંકથી મુક્ત સમાજનું નિર્માણ કરવું જરૂરી બની ગયું છે. ત્રાસવાદને સમર્થન અને આર્થિક સહાયતા આપતા રાષ્ટ્રોને તેના માટે જવાબદાર ઠેરવવા જોઈએ.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “આધુનિક સમયમાં કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. વિવિધ દેશોના નાગરિકો વચ્ચે પણ સંપર્ક હોવો અનિવાર્ય છે. ભારતની વેબસાઈટ પર રશિયાના ટૂરિઝમની માહિતી પણ જોવા મળશે.”મોદીએ કહ્યું કે, “એસસીઓ વિસ્તારમાં સ્થિરતા અને સુરક્ષા એક મહત્વનું કારક છે. અમારી વિઝા સેવાઓ મોટાભાગના SCO દેશો માટે ઉપલબ્ધ છે. એસસીઓ દેશોના પ્રવાસીઓ માટે ભારતમાં એક વિશેષ હેલ્પલાઈન પણ કાર્યરત છે. અફઘાનિસ્તાનના લોકો સાથે મળીને અમે આગળ વધીશું.”આ સાથે જ મોદીએ જણાવ્યું કે, “વૈશ્વિક અર્થતંત્ર માટે બહુપક્ષીય વ્યાપાર પ્રણાનીની જરૂર છે. જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે પણ ભારત પ્રતિબદ્ધ છે.”