પ્રશ્નકર્તા: જાતીય આવેગનું પ્રમાણ ક્ષુલ્લક હોય તેનો અર્થ શું એ થાય, કે સફળતા અને અન્ય પાસાં જેમકે કાર‌‌િકર્દી માટેનું ચાલકબળ પણ ક્ષુલ્લક હશે?
હારેલું ન હોય, તો તેના માટે જીત બહુ અગત્યની બાબત બને છે. તે જાતીયતા સહિત દરેક બાબતને જીત તરીકે જુએ છે. દરેક સમયે તેના માટે એક સ્ત્રી એટલે આનંદ નહીં, પ્રેમ નહીં પણ જીત હોય છે, જાણે તેણે પોતાનો કક્કો ખરો કરવાનો છે. આવું જ્યારે થાય, ત્યારે તે બેચેન બને છે અને બેચેનીને સફળતા માટે જરૂરી ચાલકબળ તરીકે સમજવામાં આવે છે.
બેચેન લોકો ઘણી વસ્તુઓ-પ્રવૃત્તિઓ કરે છે, જેને કારણે કેટલીક વાર તેઓ સફળતા મેળવતા હોય છે. જો કે સાચી સફળતા માત્ર જેઓ ખૂબ શાંત અને સ્થિર હોય. તેમને જ મળે છે. જે લોકો ચાલકબળ થકી પ્રેરિત હોય, તેઓની સફળતા મધ્યમ કક્ષાની હોઇ શકે છે. પરંતુ સાચી સફળતાને જુઓ, તો, કોઇપણ ક્ષેત્રની પ્રતિભાવંત વ્યક્તિઓ વધુ પડતા ટેસ્ટોસ્ટેરોન વિનાના છે. તે બેકાબૂ નહીં પણ નિયમન હેઠળના ટેસ્ટોસ્ટેરોન છે. કુદરતીપણે કે ચોક્કસ વર્તન થકી, તેઓએ ટેસ્ટોસ્ટરોનને શાંત પાડેલ છે.
પુરુષની કારકીર્દી કે વ્યાપારમાંની સફળતા, શું ટેસ્ટોસ્ટેરોનની કક્ષા નક્કી કરશે? ચોક્કસપણે નહીં. વિકલ્પ માત્ર આ છે: તમારે તમારી શરીર-વ્યવસ્થામાંના ચોક્કસ રાસાયણિક ઘટક વડે દોરવાવું છે કે તમારી શરીર-વ્યવસ્થાને તમારે દોરવી છે? જો તમે દોરવાયેલા હશો તો આકસ્મિકપણે તમે ક્યાંક પહોંચશો; કોઇવાર તે સારી તો કોઇવાર તે ખરાબ જગ્યા હશે. પરંતુ જો તમે દોરતાં હશો તો જ્યાં જવા ઇચ્છો ત્યાં તેને લઇ જશો.
આમ તમારો જાતીય આવેગ તથા વ્યાપાર-કારકિર્દીમાં તમારી ક્ષમતા એ બન્નેની કક્ષાઓ જોડાયેલી નથી. લોકો પ્રેરિત રહેવા બાબતે ખાસપણે વિચારે છે. નિરંતર કાર્યશીલ રહેવા માટે તમારે મહત્વાકાંક્ષી હોવું જ જોઇએ એવું નથી. જો તમે આનંદિત હો તો નિરંતર કાર્યશીલ રહેશો. તમે જે કરતા હો તેમાં જ્યારે બોજાયુક્તતા કે તણાવની ભાવના ન હોય ત્યારે દિવસના ગમે તેટલા કલાકો માટે પ્રવૃત્તિશીલ રહેવા તમે તૈયાર હો છો તેમજ આજે તમારે કોઇને જીતવાના છે તેવા દબાણ હેઠળ નહીં, પણ મુક્ત અને ચૈતન્યપૂર્ણ રીતે તમે કાર્ય કરશો.
જીતના વિચાર સાથે જશો, તો હા, ક્યારેક તમે અન્ય કોઇ ન કરી શકે તેવાં કામો કરશો; પણ એવું હંમેશા નહીં બને. ટકાવારી લઇએ તો, ટેસ્ટોસ્ટેરોનથી ઊંડાપણે દોરવાયેલા, વ્યાપાર કરવા ગયેલા દસમાંથી આઠ જણા સંપૂર્ણપણે નિષ્ફળ જશે. બાકીના બે જણા, તે ઉપરાંત બીજા ગુણો પણ ધરાવતા હોવાના કારણે કદાચ સફળ થાય.
માત્ર ટેસ્ટોસ્ટેરોનનું જોર જ સફળ થવા માટે પૂરતું નથી. તે તમારામાં એવી ઊંડી અધુરાપણાની ભાવના ઊભી કરે છે કે જો તમે જીતો નહીં તો પૂર્ણતા ન અનુભવી શકો; આજે કોઇને હરાવો નહીં તો તમે ખોવાઇ જશો અને હતોત્સાહ રહેશો. તમે જે કંઇ કરો છો તેમાં સાફ્લ્ય મેળવવા માટે આ સારી સ્થિતિ નથી. બધું એની જગ્યાએ હોય તો ઉત્તમ. જો તે વધુ પડતું હોય અથવા હોય જ નહીં, તો એક પ્રકારનું અસમતોલ જીવન તમે ગુજારી રહ્યા છો. જો સભાનતાથી તમે તેને શાંત પાડેલા હોય તો એ અલગ વાત છે. જો તમે તે ગુમાવ્યું છે, તો સમસ્યા છે; જો તમે તેનાથી દોરવાયેલા છો, તો તો ચોક્કસ એ એક સમસ્યા છે.
– Isha Foundation