૧૯૯૯માં રીલિઝ થયેલી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’નો બીજો હિસ્સો બનાવાની તૈયારી ભણશાલી કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેણે સલમાન ખાનને સાઇન કરી લીધો છે. ફિલ્મની અભિનેત્રી તરીકે રોજ નવા નામ ચર્ચાઇ રહ્યા છે, જેમાં હવે ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ બોલાઇ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એવી પણ ચર્ચાઓ છે કે સંજય ભણશાલી ‘દિલ દે ચુકે સનમ ટુ’માં સલમાન ખાન સાથે ઐશ્વર્યા રાયને લેવા ઇચ્છે છે. જોકે ભણશાલીએ આ વાતને સમર્થન આપ્યું નથી. ઐશ્વર્યા આ ફિલ્મમાં સલમાન સાથે કામ કરવા રાજી થાય છે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ ઐશ્વર્યાને નજીકથી ઓળખતા લોકોનું માનવું છે કે, તે સલમાન સાથે કામ કરવા તૈયાર થશે નહીં. ‘હમ દિલ દે ચુકે સનમ ના સેટ પર આ યુગલને જોઇને લોકો એમ જ કહેતા હતા કે બન્ને એકબીજા માટે જ સર્જાયા હતા. પરંતુ આ ફિલ્મ બાદ સલમાન ્ને ઐશ્વર્યાના સંબંધમાં એવી તિરાડ પડી કે, ઐશ્વર્યા સલમાનને દરેક વખતે ઇગ્નોર કરતી રહી.બન્નેના બ્રેકઅપ બાદ પણ સલમાનની હરકતોથી ઐશ્વર્યા કંટાળી ગઇ હતી.