પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી સહિત 332 સાંસદો અને ધારાસભ્યોએ તેમની સંપત્તિની માહિતી ચૂંટણી પંચને જમા કરાવા નથી તેના લીધે ગઇકાલે તમામને સસ્પેન્ડ કરી દેવાયા. પાકિસ્તાનના ચૂંટણી પંચે 332 સભ્યોની સભ્યતા સસ્પેન્ડ કરતાં કહ્યું કે 1174 સાંસદો, ધારાસભ્યોમાંથી 839 એ જ પોતાની સંપત્તિ અંગે માહિતી આપી છે.
સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં નેશનલ એસેમ્બલીના 72, સેનેટના 20, પંજાબ વિધાનસભાના 115, સિંધ વિધાનસભાના 52, ખૈબર પખ્તુન્ખવા ના 54 અને બ્લુચિસ્તાન એસેમ્બલીના 19 સભ્યો સામેલ છે. મળતી માહિતી પ્રમાણે તેમાં દેશના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી અને સ્વાસ્થય મંત્રી આમિર કિયાની પણ સામેલ છે. સસ્પેન્ડ સભ્ય સંસદીય કામકાજમાં ભાગ લઇ શકશે નહીં. ચૂંટણી પંચે અધિસૂચના રજૂ કરી કે જ્યાં સુધી આ સભ્યો પોતાની સંપત્તિ અંગેની માહિતી જમા કરાવશે નહીં ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે.