સચિન તેંડુલકરે રમતગમત સાથે જોડાયેલો સામાન બનાવનારી કંપની સ્પાર્ટન પર કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે કંપનીએ પોતાની પ્રોડ્કટના પ્રચાર માટે સચિનનું નામ અને તસવીરનો ઉપયોગ કર્યો છે. સચિને તેના માટે સ્પાર્ટનથી 20 લાખ ડોલર (લગભગ 14 કરોડ રૂપિયા)ની રોયલ્ટીની માગ કરી છે.ન્યૂઝ એજન્સી રોયટર્સે દસ્તાવેજોનો હવાલાથી દાવો કર્યો છે કે 2016માં સચિન અને સ્પાર્ટન વચ્ચે એક ડીલ થઈ હતી. જે અંતર્ગત એક વર્ષ સુધી પોતાની પ્રોડ્કટ પર સચિનની તસવીર અને લોગો ઉપયોગ કરવા પર કંપની તેને 10 લાખ ડોલર (લગભગ 7 કરોડ રૂપિયા) ચુકવવાના હતા. આ ડીલ અંતર્ગત સ્પાર્ટન ‘સચિન બાઈ સ્પાર્ટન’ ટેગલાઈનનો પણ ઉપયોગ કરતા હતા.સચિન સ્પાર્ટનની પ્રોડ્કટના પ્રચાર માટે લંડન અને મુંબઈમાં થયેલા પ્રમોશનલ ઈવેન્ટમાં પણ ગયા હતા. જો કે સપ્ટેમ્બર 2018 સુધી સ્પાર્ટને તેમને એક વખત પણ ચુકવણી કરી નથી. જે બાદ સચિને કંપની પાસે પેમેન્ટની માગ કરી. તેમ છતાં કંપની તરફથી કોઈ જવાબ ન આવતાં અંતે સચિન ડીલ પૂરી કરી દીધી અને કંપનીને પોતાની સાથે જોડાયેલાં પ્રતીકનો ઉપયોગ ન કરવાનું કહ્યું પરંતુ સ્પાર્ટને સચિનનું નામ અને તસવીરનો ઉપયોગ યથાવત જ રાખ્યો હતો. એજન્સીએ આ મામલે સ્પાર્ટનના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)ને સવાપ પૂછ્યાં છે. જો કે હજુ સુધી તેઓએ કોઈ જવાબ આપ્યો નથી. સચિનનો કેસ જોતી લો ફર્મ ગિલ્બર્ટ એન્ડ ટોબિને પણ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.