આજના સમાજ અને રાષ્ટ્રો મુખ્યત્વે તેમની આર્થિક પ્રક્રિયાથી દોરવાઇ રહ્યા છે. આજનું જગત એવા પરિવર્તનકાળમાંથી પસાર થઇ રહ્યું છે કે જ્યાં સિદ્ધાંતો અને રાજકીય વ્યવસ્થાનો યુગ અનાવશ્યક બની રહ્યો છે. આવનારા દાયકાઅોમાં સમગ્ર વિશ્વમાં રાજકીય અને લશ્કરી નેતાગીરી કરતાં આર્થિક નેતાગીરી વધુ નિર્ણાયક ભૂમિકા ભજવતી થશે. જ્યારે આર્થિક અેંજીન કે ગતિવિધિઅો વિશ્વના મૂળભૂતો હંકારતા થાય ત્યારે આર્થિક ગતિવિધિ સંભાળનારા નેતાઅો વંશીય ધાર્મિક કે રાષ્ટ્રીય અોળખથી ઉપર ઉઠતા થાય તે મહત્વનું છે કારણ કે આર્થિક ગતિવિધિ કે પ્રક્રિયાને કોઇ અોળખ કે સરહદી વાડાબંધીમાં બંધાયેલી રહેવા ના દઇ શકાય.
છેલ્લા એક દાયકામાં હું વિભિન્ન આર્થિક અને ધંધાકીય મંચો ઉપર વક્તા તરીકે હાજર રહ્યો છે. આ સમયમાં પ્રાથમિક તબક્કે એક પ્રશ્ન હંમેશા રહ્યો છે કે ધંધાકીય બેઠકોમાં આધ્યત્મિકની ભૂમિકા કઇ?
જીવન કે જીંદગી જે રીતે સંભાળી રહ્યા છીએ તેમાં આ એક ગંભીર પ્રવાહ છે. આપણે જગતને પ્રથમ વિશ્વ બીજું વિશ્વ, ત્રીજું વિશ્વ, ધાર્મિક જગત, કોર્પોરેટ જગત જેવા ભાગોમાં વિભાજીત કર્યું છે.
આપણે જે કાંઇ પ્રવૃત્તિ કરીએ છીએ તે મૂળભૂત રીતે તો તમામ જીવોના કલ્યાણના હેતુસરની હોય છે પરંતુ આ પ્રવૃત્તિ કરતી વખતે આપણે એકબીજા સામે કામ કરતા થઇ ગયા છીએ. આ મામલે સ્પષ્ટતા કરતાં મને દુઃખ થાય છે. પણ આપણા વેપાર ધંધા કામકાજનુુ સ્વરૂપ ગમે તે હોય પરંતુ વાસ્તવમાં તો એક જ કામકાજ કે વેપારધંધો હોય તો તે માનવજગતના કલ્યાણનો કે ઉધ્ધારનો છે. આ જ સૌ કોઇનો વેપાર ધંધો કે કામકાજ છે જે મારો પણ છે. કોઇ પણ વ્યક્તિ સેફ્ટીપીન કમ્પ્યુટર કે અંતરિક્ષયાન ઉત્પાદક કેમ ના હોય સૌ કોઇ માનવ કલ્યાણના હેતુસર જ સેવારત છે. દરેકના કિસ્સામાં પ્રમાણ અને તકો અલગ અલગ હોઇ શકે. કોઇ એક વ્યક્તિ માટે માનવ કલ્યાણનો અર્થ તેના પોતાના કલ્યાણનો હોઇ શકે તો બીજા માટે તેના પરિવારનું કલ્યાણ અન્ય કોઇ માટે સમુદાય, રાષ્ટ્ર, જાતિવંશ કે જગતના સૌ કઇ કે સર્વસ્વ પણ હોઇ શકે.
આર્થિક ગતિવિઘિઅોને આગળ વધારતા તથા તેની સાથે સંકળાયેલા સૌ કોઇને હું આધ્યાત્મિક પ્રક્રિયામાં સાંકળવા માગું છું કારણ કે આધ્યાત્મિક્તાએ ભૌતિક અને વ્યક્તિગત અોળખથી ઉપર ઉઠાવી સર્વસમાવિષ્ટ એકતાના સ્તરે કોઇને લઇ જવાના સ્થિતિ છે, આધ્યત્મિક પ્રક્રિયાને ફીલોસોફી કે માન્યતા પદ્ધતિની રાહે શીખવી શકાતી નથી કે તેની જરૂર નથી. અમે આધ્યાત્મિક્તાનો ઉલ્લેખ આંતરિક ઉધ્ધારની ટેકનોલોજી તરીકે કરીએ છીએ જેને સાદી પદ્ધતિથી લાગુ પાડી શકાય છે તથા જે જીંદગીની અનુભૂતિના વધુ સમાવેષક માર્ગ તરફ દોરી જાય છે.
વિશ્વના અર્થતંત્રના 80 ટકા હિસ્સા ઉપર 2500થી અોછા લોકોનું નિયંત્રણ છે. આ 2500 લોકોમાં હૃદયમાં 10 ટકા જેટલો પણ બદલાવ આવે તો વિશ્વ બદલાશે. વિશ્વ ભૂખ્યું એટલા માટે નથી કે વિશ્વમાં ખોરાક નથી. જગતમાં ભૂખ એટલા માટે છે કે જેને ખોરાકની જરૂર છે તેને તે મળતો નથી. કારણ કે જેની પાસે સતા અને સંસાધનો છે તેણે આવા જરૂરતમંદો અંગે કોઇ કાળજી કે દરકાર રાખી નથી.
સમાવિષ્ટ અર્થકારણ કે અર્થશાશ્ત્રનો અર્થ સમગ્ર માનવજગતના સશક્તિકરણનો છે. દૃષ્ટાંતરૂપે લઇએ તો વંચિત સમુદાયને સારી આરોગ્ય સેવા અને ગુણવતા યુક્ત શિક્ષણનો અર્થ કોઇ સખાવત નથી. આ એક એવું રોકાણ છે જે લાયકાતવાળા માનવસ્ત્રોતનું સર્જન કરે છે જે દ્વારા બજારનું વિસ્તરણ થઇ આર્થિક ગતિવિધિઅો સુધીની પહોંચ અને તકો વધે છે. આવો અર્થ નિષ્ફળ નીવડેલી સામ્યવાદી કે સમાજવાદી વ્યવસ્થા તરફ પાછા ફરવાનો નથી પરંતુ આર્થિક ગતિવિધિઅોને સમગ્ર માનવ જગતનું કલ્યાણ થાય તેવી હળવી રીતે હંકારવાનો છે. 50 ટકા વસતિને આર્થિક પ્રક્રિયામાં સક્રિય રીતે સાંકળયા વિનાની ગતિવિધિથી કોઇ સારો વેપાર ધંધો કર્યો ના કહેવાય.
આવી પ્રક્રિયાને આપમેળે ટકી રહેવા તથા ચાલુ રહેવા માટે તે વ્યક્તિગત મહત્વાકાંક્ષાથી નહીં પરંતુ યોગ્ય દૃષ્ટિથી દોરવાયેલી રહે તે જરૂરી છે. જીવનને યોગ્ય દિશા દૃષ્ટિકોણ તથા આકાર આપી શકનાર તથા માનવતાનું ભાવિ બદલી શકે તેવા સ્થાને બિરાજતી નેતાગીરીના વ્યક્તિગતો સમાવેષકતાના આંતરિકથી પ્રસ્થાપિત હોય તે સૌથી મહત્વનું છે. આ જ મારૂં જીવન છે. મારૂં કામ છે અને મારો પ્રયત્ન તેવા અભિગમ થકી વિકસાવાયેલી પદ્ધતિથી લોકો આવી સમાવિષ્ટતાનો અનુભવ કરી શકે તેવી સહાય સાંપડશે.
આજે આપણે માનવતા ઇતિહાસમાં પહેલી વખત આ જગતમાં મૂળભૂત માનવીય સમસ્યાઅો કૃપોષણ આરોગ્ય અને શિક્ષણને જાણતા સમજતા અને હલ કરતા થઇ શકયા છીએ આપણી પાસે જરૂરી સંસાધનો ક્ષમતા અને ટેકનોલોજી છે. આપણે તેમ કરીએ કે ના કરીએ તેનો આધાર જીવન સાથે આપણે કેટલા સંકળાયેલા અને સમાવિષ્ટ છીએ તેના ઉપર રહેલો છે. જો તમે આ જગતને તમારા પોતાના તરીકે અનુભવો તો મારે તમને તેની દરકાર કરો તેવું કહેવાનુ જરૂર નહી પડે અને દરેક વ્યક્તિ તેના પોતાના શ્રેષ્ઠતમથી તેમ કરતો રહેશે.
આપણા જીવનમાં આપણે જેના કરી શકીએ તેના કરતા હોય તો તે સમસ્યા નથી પરંતુ જો આપણે જે કરી શકીએ તે પણ ના કરતા હોઇએ તો તે હોનારત સમાન છે.
આપણે 100 વર્ષ પૂર્વે જે કાંઇ કરી શકયા હોત અને હાલમાં જે કાંઇ કરી શકીએ છીએ તેની સરખામણી કરવામાં આવે તો તેમાં અસાધરણ વધારો થયો છે પરંતુ આમા જો કશુંક ખૂટતું હોય તો તે જીંદગીના સમાવેષક અનુભવ છે. જો આપણે સાચી રીતે સૌ માટે આધારભૂત નિરાકરણો મેળવતા રહ્યા હોત તો માનવતા માટે સંપૂર્ણ સમાવેષકતાનો અનૂભવ થયો હોત.
– Isha Foundation