સ્ત્રી અને પુરુષો બંને માટે ઊંઘ મહત્વની છે. પરંતુ સ્ત્રીઓમાં અપૂરતી અને ખલેલવાળી ઊંઘથી શરીર પર માઠી અસર જલદી દેખાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે લગભગ ત્રીજા ભાગના પુખ્તોને પૂરી ઊંઘ મળતી નથી. સ્ત્રીઓમાં એને કારણે મોટી સમસ્યા થઇ શકે છે.

અપૂરતી ઊંઘ અને અનિદ્રાની સમસ્યાને કારણે સ્ત્રીઓમાં હોર્મોનલ બદલાવ બહુ ઝડપી થાય છે. જે સ્ત્રીઓમાં માઇલ્ડ સ્લીપ એપ્નિઆ હોય છે તેઓ આઠથી નવ કલાકની ઊંઘ પછી પણ હાઇ બ્લડપ્રેશર ધરાવે છે.

અપૂરતી ઊંઘને કારણે સ્ત્રીઓના લોહીમાં પ્રો-ઇન્ફલમેટરી પ્રોટીનની હાજરી વધુ હોય છે જે કાર્ડિયોવાસ્કયુલર હાર્ટડિસીઝની સંભાવના વધારે છે. પૂરતા કલાકની ઊંઘ નહીં પણ શરીરને પૂરતો આરામ મળે એવી સાઉન્ડ-સ્લિપ મળે એ સ્ત્રીઓ માટે વધુ મહત્ત્વનું છે.