સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલર છે. 53 વર્ષના દબંગ ખાન લગ્ન ક્યારે કરશે એ પ્રશ્ન વર્ષોથી પ્રશંસકો પૂછી રહ્યા છે. હાલ સલમાન ખાનના લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દરેક વખત સલમાન ખાન લગ્નનના પ્રશ્ન પર ગોલમાલ જવાબ આપીને નિકળી જાય છે. લગ્નનો નિર્ણય લેવામાં સલમાન ભલે સમય લઇ ચુક્યો છે, પરંતુ ઉંમરના આ પડાવમાં પિતા બનવા માટે વિચારી રહ્યો છે. એક રિપોર્ટમાં સૂત્રના હવાલાથી જાણવા મળ્યું છે કે સલમાન સેરોગેસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ વાત કોઇનાથી છુપાયેલી નથી કે સલમાન ખાનને બાળક કેટલા પસંદ છે, બાળકો માટે એનો પ્રેમ ઘણી તકે જોવા મળ્યો છે. સૂત્રો પ્રમાણે સલમાન ખાન ગાલ લગ્ન માટે તૈયાર નથી. એવામાં સલમાન પિતા બનવા માટે સરોગેસીનો રસ્તો અપનાવી રહ્યો છે. આમ તો સલમાથી પહેલા બૉલીવુડના ઘણા સિતારો શાહરૂખ ખાન, આમિર ખાન, કરણ જોહર, એકતા કપૂર, તુષાર કપૂર અને સની લિયોની સરોગેસી દ્વારા પેરેન્ટ્સ બન્યા છે. એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનને લગ્નના પ્રશ્ન પર મજાકીયા અંદાજમાં કહ્યું કે, ‘હું સારો પુત્ર છું અને સારો પિતા બની શકું છું. પરંતુ કદાચ હું સારો પતિ બની શકીશ નહીં.’