New Delhi: People walk along the convoy carrying the mortal remains of former prime minister Atal Bihari Vajpayee as it passes through the ITO towards the BJP headquarters at Deen Dayal Upadhyay Marg for the last rites, in New Delhi on Friday, August 17, 2018. Vajpayee, 93, passed away at AIIMS hospital after a prolonged illness. (PTI Photo/Ravi Choudhary)(PTI8_17_2018_000039B)

સ્વ. અટલબિહારી વાજપાયીની અંતિમયાત્રા આજે બપોરે શરૂ થઇને રાજઘાટ સુધી જશે અને ત્યાં મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક સાંજે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

વાજપેયીજીની અંતિમ યાત્રા દિલ્હીમાં ભાજપના વડમથકેથી થઇને આઈટીઓ અને ત્યાંથી રાજઘાટ પર આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર પહોંચશે. ભાજપના કાર્યાલયથી ત્યાં સુધીનું અંતર અંદાજે પાંચ કિમી સુધીનું છે. આજે શુક્રવારે દેશના 12 રાજ્યોમાં રાજકીય શોક અને અવકાશની જાહેરાત કરવામાં આવી છે. તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, બિહાર, ઝારખંડ, હરિયાણા, તેલંગાણા,તમિલનાડુ અને કર્ણાટક રાજ્ય સામેલ છે. આ રાજ્યોમાં સરકારી કાર્યાલય, સ્કૂલો અને કોલેજોમાં રજા રાખવામાં આવી છે. દિલ્હીમાં વેપારીઓએ પણ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.