બ્રિટનના ગૃહમંત્રી સાજીદ જાવિદે એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે તેમના રંગના કારણે તેમને પણ ડાબેરી અને જમણેરી વિચારધારાવાળા વર્ગ તરફથી અભદ્ર ભાષા વેઠવી પડે છે. તેમને વધુ પડતા ઘંઉવર્ણા અથવા પૂરતા ઘંઉવર્ણા નહીં હોવા જેવી ટીપ્પણી સાંભળવી પડે છે. સાજીદે જણાવ્યું હતું કે સરકારમાં લગભગ તમામ ભૂમિકા વખતે તેમણે આવા ભાષા પ્રયોગનો સામનો કર્યો છે. પરંતુ હવે તેની આદત પડી ગઇ છે. સાજીદ જાવિદને કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાપદે થેરેસા મેના બદલે બીજા દાવેદાર માનવામાં આવે છે.
કેટલાક કન્ઝર્વેટીવ સભ્યોએ ફેસબુક ઉપર એવા મેસેજીસ મૂક્યા હતા કે તે લોકો સાજીદ જાવિદને ટોચનો હોદો મેળવતા અટકાવવા માંગે છે. તેમણે એમ સૂચવ્યું હતું કે બ્રિટન હજુ મુસ્લિમ વડાપ્રધાન માટે તેયાર નથી. ગૃહમંત્રી જાવિદ કે જેમના માતાપિતા પાકિસ્તાનથી બ્રિટન આવ્યા હતા. તેમણે સોશ્યિલ મીડિયા દ્વેષ અને અભદ્ર ટીપ્પણીની ધારણા રાખતા હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન થેરેસા મેના સ્થાન દાવેદારને લગતા પ્રશ્નના ઉત્તરમાં સાજીદ જાવિદે જણાવ્યું હતું કે બ્રિટનમાં હિંદુ મુસ્લિમ કે અન્ય કોઇ ધર્મની વ્યક્તિ સક્ષ્મ હોય તો વડાપ્રધાન બની શકે છે. જાવિદે જણાવ્યું હતું કે વિભિન્ન રાષ્ટોના મંત્રીઅોની યુરોપિયન કાઉન્સિલની બેઠકમાં તેઅો એક માત્ર બિન-ગોરા વ્યક્તિ તરીકે હાજર હોય છે. અત્રે યાદ અપાવવી રહી કે ગત ડિસેમ્બરમાં થેરેસા મે એ વિશ્વાસનો મત જીત્યો હોવા છતાં થેરેસા મે ઉપર ઇયુમાંથી અલગ થવાના દિવસની જાહેરાત માટે દબાણ વધી રહ્યું છે.
ગત માર્ચમાં થેરેસા મે એ તેમની બ્રેક્ઝિટ સમજૂતી સ્વીકારાતી હોય તો વડાપ્રધાન પદ છોડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી પરંતુ જો સમજૂતીના સ્વીકારાય તો તેણી કેટલો સમય હોદા ઉપર રહેશે તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી. જો કે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મંત્રી શેરી સ્ટુઅર્ટ, કોજાન્સ નેતા એન્ડ્રીયા લીડસસમ, ભૂતપૂર્વ વર્ક એન્ડ પેન્શન મંત્રી ઇસ્ટર મેકવે અને અન્યોએ થેરેસા મને હટવવાની વાત કરી હતી. થેરેસા મને હટાવાય તો તેમના વિકલ્પ તરીકે અન્ય દાવેદારોમાં બોરરીસા જ્હોન્સન, માઇકલ ગોવ અમ્બેર રૂડ, ડોમિનિક રબ, જેરેમી હન્ટ, પેની મોર્ડોન્ટ અને લીઝ ટ્રસનો સમાવેશ થાય છે.