કોઈ તમને નિરાશ કરે, તે સમસ્યા તમે બાંધેલી ખોટી ધારણાઓના કારણે ઊભી થાય છે. તાત્પર્ય એ છે કે તમે બીજાઓ બાબતે, પોતાની બાબતે અને સૃષ્ટિ બાબતે ખોટી ધારણાઓ બાંધી રહ્યા છો. થોડા તમે અનુરક્તિભર્યા થયા અને માન્યું કે સંબંધ તેની મેળે જ બને છે. પરંતુ સંબંધોનું જતન જરૂરી છે. પ્રશ્ન એ છે કે તમે સારા મેનેજaર-પ્રબંધક છો કે નહીં/ ગમે એટલા સારા પ્રબંધક હો, છતાં બનવાનું બને છે. કોઇક તમને નિરાશ કરે જ છે. તેના કારણમાં, લોકો સંબંધે તમારી અવાસ્તવિક અપેક્ષાઓ હોઇ શકે છે / હું જાણું છું કે આ સમસ્યા કોઇક ચોક્કસ અનુભવમાંથી આવી છે અને આ દુ:ખને હું ઓછું આંકતો નથી. વ્યક્તિગત રીતે તમારે મન એ દુ:ખની શી સ્થિતિ છે તે હું જાણું છું. સાથેસાથે, તમારે એ સમજવું જરૂરી છે કે, આ જગતમાં તમે એકલા આવ્યા છો અને જવાના પણ એકલા જ. સંબંધમાં તમે જોડાયા કેમકે તમને તેની જરૂરત હતી.
સંબંધની ફરતે તમે ગમે તેટલાં નાટક રચો અને સંબંધ બાબતે કોઇપણ ધારણાઓ બાંધો, આખરે તો તે તમારી જરૂરિયાતો સંતોષવા અંગે જ છે. જીવનમાં જે કોઇપણ સંબંધો તમે બનાવ્યા છે તે બધા તમારી જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે છે. આ જરૂરિયાતો શારીરિક, માનસિક, ભાવનાત્મક, આર્થિક, સામાજિક કે પછી બીજી કોઇપણ હોઇ શકે છે. જો તમે આ ધ્યાનમાં રાખશો તો એક ચોક્કસ નમ્રતા સાથે સંબંધોની સમીપ આવશો. જો તમે તમારા ખુદના વિચારો અને ભાવનાઓમાં તણાઇ જશો તો સંબંધની બુનિયાદ ભૂલશો અને સાથે, તેને સારી રીતે જાળવવાનું પણ ભૂલો છો. આવું થાય ત્યારે જ બધું બગડી શકે છે.
પોતાના સ્વભાવે જ મધુર બનવું જોઇએ. જો કોઇકથી કે કશાંકથી તમે ભ્રમ-મુક્ત થયા હો તો એનો અર્થ એ કે તમે વાસ્તવિકતામાં પરત આવો છો. આ કદાચ ક્રૂર જણાશે, પરંતુ જીવન આવું જ છે. જેને પ્રિય ગણી નજીક આણ્યા છે તેઓ જશે, કે પછી આપણે જઇશું. સાથે હાથ પકડીને મૃત્યુ પામો તો પણ તમે અલગ જ જવાના. આ બધી તમારી લાગણીઓ છે. કોઇકની સાથે તમે સંબંધ બાંધો છો ત્યારે એનો અર્થ એ, કે મધુરતા અને લાગણીનો પરસ્પરને અનુભવ કરાવવામાં સહયોગી થવા માટેનો એ તમારા બન્ને વચ્ચેનો એક કરાર છે.
પરિપક્વ થવા સાથે, તમારે તમારા વિચારો અને લાગણીઓને સ્વભાવગત જ મધુર રાખવાની જરૂર છે. જો તમારા વિચારો અને લાગણીઓ સુખદ હશે તો તમે તેમને અન્ય લોકો સાથે વહેંચી શકશો. પરંતુ, અન્ય વ્યક્તિના સાથ વિના તમારા વિચારો અને લાગણીઓ કટુ અને કડવાશપૂર્ણ બને; એટલે કે, કોઇકે દરરોજ તમને જીવન અવલંબન આપતાં રહેવું પડે, તો તેઓ થાકશે. અન્યોએ સતત તમને ખુશ અને પ્રેમાળ રાખવા પડે તો એ બાબત તેઓ માટે ભારરૂપ બને છે અને કોઇક તબક્કે તેઓ તેમાંથી દૂર થવા નાસી છૂટશે. જ્યારે તેઓ છોડીને જતા રહે ત્યારે તમે તેને વિશ્વાસઘાત માનો છો. આમ વિચારવું એ તમારી લાગણી માત્ર છે. અસ્તિત્વના વિશાળતમ સંદર્ભમાં જોઇએ તો તમે જીવનનો એક નાનકડો ટુકડો માત્ર છો.
સંબંધોનું મૂલ્ય અનેરું છે. વિવિધ હેતુઓ માટે તમે લોકો સાથે સોદા કરો છો અને સંબંધો બાંધો છો. આ માત્ર પતિ અને પત્નીના સંબંધને જ નહીં પણ વેપાર-ધંધાના ભાગીદારો, મિત્રો, બાળકો, માતા-પિતા વગેરે સહુ સંબંધોને પણ લાગુ પડે છે. હંમેશા યાદ રાખો કે તમારી જરૂરિયાતો સંતોષવા તમે સંબંધમાં જોડાયા છો. તેઓ (અન્ય પક્ષ) પણ તેમની જરૂરિયાત માટે સંબંધમાં જોડાયા હોઇ શકે છે, પરંતુ તે જોવાનું તમારું કામ નથી. તમારું કામ એ સમજવાનું છે કે, તેઓ તમારા જીવન માટે કેવાં મૂલ્યવાન છે.
– Isha Foundation