સૈફ અલી ખાનની દીકરી સારાએ ગયા વર્ષે બે ફિલ્મ્સ-‘કેદારનાથ’ અને ‘સિમ્બા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંને ફિલ્મ્સ સક્સેસફુલ રહી છે અને સારાના કોન્ફિડન્સ અને કરિશ્માની પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, ‘કેદારનાથ’માં તેની પાસે ખૂબ સ્ક્રીનટાઇમ હતો જ્યારે ‘સિમ્બા’માં તે રણવીર સિંઘના કારણે એટલી હાઇલાઇટ નહોતી થઈ શકી. તાજેતરના રિપોર્ટ્સ અનુસાર સારા હવે એવા પ્રકારના રોલ્સ પ્લે કરવા માગતી નથી. એટલે જ તે ફિલ્મ્સની પસંદગીમાં ખાસ કાળજી રાખી રહી છે. કેટલીક અફવા અનુસાર તેણે ટાઇગર શ્રોફ સાથેની ‘બાગી 3’ને ફગાવી દીધી છે. કેમ કે, એમાં તેને પૂરતો સ્ક્રીનટાઇમ નહોતો મળતો. ‘બાગી’ અને ‘બાગી 2′ સક્સેસફુલ રહી હતી. જેમાં શ્રદ્ધા કપૂર અને દિશા પટાનીએ લીડ રોલ્સ પ્લે કર્યા હતા. સારા અભિનવ બિન્દ્રાની બાયોપિક કરવા માટે આતુર છે કે જેમાં હર્ષવર્ધન કપૂર લીડ રોલમાં છે.