સારા અલી ખાને હજી સુધી નક્કી કર્યું નથી કે, ફિલ્મમાં તે શું કરશે અને શું નહીં. જોકે, તેણે ભારપૂર્વક કહ્યું હતું કે, તે જે બાબતે કન્વિન્સ્ડ નહીં હોય એ તે નહીં જ કરે. સારા અલી ખાને તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’થી જ ઓડિયન્સનાં દિલ જીત્યાં છે. ક્રિટિક્સ અને મૂવી લવર્સે આ ફિલ્મમાં તેના કોન્ફિડન્સ અને સ્ક્રીન પ્રેઝન્સની પ્રશંસા કરી છે. એક ઇન્ટરવ્યૂમાં સારાને ઓન સ્ક્રીન બિકિની પહેરવા અને બોલ્ડ સીન્સ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘નિખાલસતાથી કહું છું કે, અત્યારના તબક્કે મેં નક્કી કર્યું નથી કે, હું આમ કરીશ કે આમ નહીં કરું. જોકે, હું એવું કશું જ નહીં કરું કે જે બાબત મને કન્વિન્સ ન કરી શકે.