અનિલ કપૂરે એક ઇવેન્ટમાં પોતાની કરિઅરની શરૂઆતના દિવસો વિશે તેણે જણાવ્યું હતું કે, એક્ટર બનતા પહેલાં તે સ્પોટ બોય, કાસ્ટિંગ ડિરેક્ટર અને પ્રોડક્શન મેનેજર સહિત તમામ કામ કરી ચૂક્યો હતો. ‘હમ પાંચ’ના સેટ પર હું બેંગ્લૂરુ અને મૈસૂરમાં હતો. આ ફિલ્મના ડિરેક્ટર બાપુ સાહેબે મારી અંદર રહેલા એક એક્ટરને જોઈ લીધો હતો.
બાપુ સાહેબે ફિલ્મ્સ પ્રત્યેનું મારું પેશન જોઈને મને તેલુગુ ફિલ્મ ઓફર કરી હતી. ‘હમ પાંચ’ના સેટ્સ પર જે મારી શૂટિંગ પ્રેક્ટિસના વીડિયોઝ તૈયાર થયા હતા એને મેં મુંબઈમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર સહિત અનેક લોકોને બતાવ્યા હતા. એ જ વીડિયોને જોઈને રમેશ સિપ્પીએ મને એક ફિલ્મમાં સાઇન કર્યો હતો. એ ફિલ્મનું નામ ‘શતરંજ’ હતું. આ ફિલ્મમાં મારા સિવાય અમિતાભ બચ્ચન અને અમજદ ખાન પણ હતા.
જોકે, એ ફિલ્મ ક્યારેય ન બની. વેલ, સારું થયું કે, એ ફિલ્મ ન બની. કેમ કે, પછી એ જ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘મેરી જંગ’ બની અને આ વખતે અમિતાભ બચ્ચનવાળો રોલ મેં કર્યો હતો. સારું થયું કે, એ ફિલ્મ બંધ થઈ ગઈ. નહીં તો અમિતાભ બચ્ચનવાળો રોલ મને કેવી રીતે મળ્યો હોત? ફિલ્મ ‘મેરી જંગ’માં મારાવાળો રોલ જાવેદ જાફરીએ કર્યો અને અમજદ ખાનવાળો રોલ અમરીશ પુરીએ કર્યો હતો.
એટલા માટે જ હું હંમેશા કહું છું કે, જે કંઈ પણ થાય છે એ સારા માટે જ થાય છે. કંઇક ખરાબ થાય તો ટેન્શન ન લેતા. આગળ વધતા રહેવાનું.