સિસ્કો સિસ્ટમ્સના પૂર્વ કર્મચારી અને ભારતીય મૂળના પૃથ્વીરાજ ભીખાને કંપની સાથે 9.3 મિલિયન ડોલરથી વધારે રકમની ઠગાઇના આરોપસર પકડવામાં આવ્યો છે. અને તેની સામે છેતરપીંડીની ગુનાઇત ફરિયાદ સાથે આરોપો મૂકવામાં આવ્યા છે.
અેફબીઆઇના સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન એજન્ટ જહોન બેનેટ અને ધારાશાસ્ત્રી ડેવિડ એન્ડર્સનના જણાવ્યાનુસાર 50 વર્ષના પૃથ્વીરાજ ભીખા સામે ગુનાઇત ફરિયાદ બાદ કંપની સાથે વાયર ફ્રોડ અંગેના આરોપો મૂકવામાં આવ્યા છે.
પૃથ્વીરાજ ભીખાને પહેલી માર્ચે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ ખાતે પકડી લેવાયા બાદ તેને મેજીસ્ટ્રેટ જજ જોસેફ સ્પેરોની ફેડરલ કોર્ટમાં રજૂ કરાતા 3 મિલિયન ડોલરના બોન્ડ ઉપર ભીખાની મૂક્તિ કરાઇ હતી.
પૃથ્વીરાજ ભીખાએ હવે વિધિવત આરોપનામોના સામનો કરવા 18મીએ કોર્ટમાં હાજર થવું પડશે. ભીખા જો દોષિત કરશે તો તેને મહતમ 20 વર્ષની જેલની સજા ઉપરાંત કંપનીને થયેલા નુકશાનની ભરપાઇ કરવા ઉપરાંત 2.5 લાખ ડોલરનો દંડ થઇ શકે છે.
એફબીઆઇ એજન્ટની એફીડેવિટમાં જણાવ્યા પ્રમાણે સામ ફાન્સિસ્કોના પૃથ્વીરાજ ભીખા સિસ્કોના ગ્લોબલ સપ્લાય યુનિટમાં ડીરેકટર તરીકે 2017ના મધ્યસ્થ સુધી કાર્યરત હતા. સિસ્કોની પ્રોડક્ટના છૂટક ભાગો જુદા જુદા સપ્લાયરો પાસેથી મેળવવાનું કામ આ ગ્લોબલ સપ્લાય યુનિટ દ્વારા થતું હતું. 2013ની આસપાસ ભીખાએ તેઅો પોતે જેના ઇન્ચાર્જ રહે તેવા એક નવા પ્રોજેક્ટ માટેની કાર્યવાહી અંગે સિસ્કોની મંજૂરી માંગી.
સિસ્કો પ્રોડક્ટમાં વપરાતા નાના છૂટક ભાગો થર્ડ પાર્ટી વેન્ડર દ્વારા પૂરા પડાય અને નાના ઉત્પાદકો સાથે પણ આવા વેન્ડરનો જવ્યવહાર રહે તેવી વ્યવસ્થા ભીખાએ ગોઠવી હતી. પૃથ્વીરાજ ભીખાએ આ પ્રોજેક્ટ તકી વિદેશોમાંથી વેન્ડર સપ્લાયર વ્યવસ્થા ગોઠવી અને વિદેશી નેટવર્કમાં પોતાના (ભીખા) માલિકી હિતોની કંપનીને જાણ કરી હતી.
સિસ્કોએ આવા એક વિદેશી વેન્ડરને 6.5 મિલિયન ઼ડોલર તથા બીજાને અંદાજે 2.8 મિલિયન ડોલર વાયર થકી ચૂકવ્યા હતા. 8.5 મિલિયન ડોલરથી વધુ રકમ આ બે વિદેશી વેન્ડરોના અમેરિકન બેંક ખાતાઅોમાં વાયર દ્વારા મોકલાવાઇ હતી. આ બંને અમેરિકન બેન્ક એકાઉન્ટનું સંચાલન પૃથ્વીરાજ ભીખા અને તેમની પત્નિ દ્વારા અથવા તેમના પત્નિ દ્વારા થતું હતું 2016માં પૃથ્વીરાજ ભીખાની વિદેશી સપ્લાય વ્યવસ્થા અંગે સિસ્કોમાં શંકા કુશંકા પ્રવર્તવા લાગતા ભીખા અને સિસ્કોના એક કર્મચારીએ આ અંગે દસ્તાવેજો બનાવવા સાથે કામગીરી બજાવી હતી.