પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી બાળકીના કેસમાં સુરત પોલીસ મોટી સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે હત્યા કરાયા બાદ બાળકીને જે કારમાં પાંડેસરામાં ફેંકવામાં આવી હતી. તે પણ કબજે લેવામાં આવી છે. જોકે, આ અંગે કોઈ સતાવાર રીતે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી નથી. પાંડેસરા વિસ્તારમાં ગત 6 એપ્રિલના રોજ દુષ્કર્મ અને હત્યા કરાયેલી હાલતમાં 11 વર્ષીય બાળકી મળી આવી હતી. ઘટનાને 13 દિવસ પૂરા થયા છે છતાં હજુ સુધી પોલીસ બાળકીની ઓળખ કરવામાં સફળ રહી નથી. તેવી સ્થિતિમાં પાંડેસરા પોલીસ ઉપરાંત ડીસીબી, પીસીબી, એસઓજીની ટીમો તો કામે લાગી જ હતી. શહેરભરનાં પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને આ કામમાં સામેલ કરાયા છે. જેમાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અને હત્યા બાદ ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબજે કરી લેવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બાળકીની હત્યા કરનાર તેના જ કાકા હોવાનું જાણવા મળ્યું છે.