સુરતમા રહેતા એક સાઉથ ઇન્ડિયન પરિવારના મોભીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટવીટર પર મદદની પોકાર કરી છે કે અમેરિકાના કેલિર્ફોનિયામાં રહેતા તેમના પુત્ર, પુત્રવધુ અને તેમના બે બાળકોનો 5 એપ્રિલથી કોઇ સંપર્ક નથી અને તેમના વિશે કોઇ માહિતી નથી. તો પ્લીઝ હેલ્પ કરો. સુષ્મા સ્વરાજે તમામ પ્રયાસ કરવાની અને સાન ફ્રાન્સિસ્કોના ભારતીય એલચી સાથે સતત સંપર્કમાં હોવાનો જવાબ આપ્યો છે.
સુરતમાં રહેતા બાબુ સુબ્રમ્ણયમ થોતાપિલ્લાઇએ વિદેશમંત્રીને મદદની પોકાર કરી છે કે, તેમનો પુત્ર સંદિપ થોતાપિલ્લાઇ ( ઉ.વ. 42) તેની પત્ની સૌમ્ય( 38 વર્ષ), પુત્ર સિદ્ધાંત (12 વર્ષ) અને પુત્રી સાચી( 8 વર્ષ) કેલિર્ફોનિયામાં રહે છે. સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો. 5 એપ્રિલથી સંદિપ અને પરિવારનો સંપર્ક બિલકુલ બંધ થઇ ગયો છે. સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. જે વેકેશન દરમિયાન પત્ની અને બે સંતાનો સાથે કેલિફોર્નિયાના જંગલમાં ગયા હતાંઓરેજોસથી સાન જોસ તરફ ભારે વરસાદના પગલે પાણીના પુરમાં કાર તણાયાની આશંકા સેવવામાં આવી રહી છે. ત્યારે થોતાપિલ્લાઈ પરિવારના સુરતમાં રહેતા સંબંધી દિલીપ ઈરાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારે વરસાદ વચ્ચે અમેરિકા અને ભારત સરકાર દ્વારા સારો સહકાર મળી રહ્યો છે. અને શોધખોળમાં સંદીપની દીકરીના કપડા અને કારના ટુકડા મળ્યાં છે. આ ઉપરાંત શોધખોળ દરમિયાન પરિવારની એક મહિલા સૌમ્યાની લાશ મળી આવી હતી.
સુરતમાં રહેતા સંદિપના પિતાએ દિલ્હી ખાતે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટર પર જાણ કરીને પોતાના પુત્રના પરિવારની શોધખોળ માટે મદદ માગી હતી. વિદેશ મંત્રીએ સામો જવાબ આપીને તમામ પ્રયાસ કરવાની ખાત્રી આપી છે.  સંદિપ  અમેરિકાના કેલિફોર્નિયામાં યુનિયન બેંકના વાઇસ પ્રેસિન્ટની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં હતા.
ઘટનામાં શોધખોળ દરમિયાન પરિવારની એક મહિલાની લાશ મળી આવી છે. ગુજરાતના સુરતમાં રહેતા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે પોલીસની તપાસમાં તેમની કારના ટુકડા અને પુત્રીના વસ્ત્રો મળી આવ્યા હતા.