અમદાવાદમાં કોરોનાની સ્થિતિ થોડા અંશે અંકુશમાં આવી રહી છે, પરંતુ સુરત અને રાજકોટમાં આ મહામારી વકરી રહી છે. ડાયમંડ સિટી સુરતમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હવે સુરતમાં ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અગાઉ ધારાસભ્ય હર્ષ સંઘવી અને કાંતિ બલ્લર બાદ વધુ એક ધારાસભ્ય કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કરંજના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. ટ્વીટ કરતાં તેઓએ લખ્યું કે- મિત્રો, આજરોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે, પાછલા 4-5 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ તમામને રિપોર્ટ કઢાવી લેવા વિનંતી છે.