સુરતમાં મકાન ધરાશયી થતાં બે મજૂરોનું દટાઈને થયું મૃત્યું

0
650

સુરતના પાંડેસર વિસ્તારમાં આજે સવારે મકાન ધરાશાયી થતાં બે મજૂરોના મોત થયા છે. ફાયરબ્રિગેડ દ્વારા બંને લોકો બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડાયા હતાં. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરામાં ચાલુ બાંધકામ સમયે જ મકાનની સીડીનો ભાગ તૂટી પડતા નીચે બે મજૂરો દટાઈ ગયા હતાં.તેમને સ્થાનિકો અને ફાયબ્રિગેડની ટીમ દ્વારા બહાર લાવીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં હાજર ડોક્ટરે આ બંન્નેને મૃત જાહેર કર્યાં હતાં.

LEAVE A REPLY

three × two =