મંગળવારે શરૂઆતમાં જ સેન્સેક્સ  982 અંક સુધી ગગડ્યો  હતો અને બીએસસી સેન્સેક્સ  33, 775.03ની સપાટીએ આવી ગયો હતો તો એનએસઇ નિફ્ટીમાં પણ 294 અંકનો મોટો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ઇન્ડેક્સ  ઘટીને  10, 371.95ની સપાટીએ વેપાર કરી રહ્યો છે.
અમેરિકન માર્કેટની વાત કરીએ તો અમેરિકન માર્કેટમાં છ વર્ષની સૌથી મોટી નરમાશ જોવા મળી છે. સોમવારે કોરાબારી સત્રમાં ડાઉ જોન્સ 1175 અંક એટલે કે 4.6 ટકાના ઘટાડા સાથે 24,375 અંક પર બંધ રહ્યું..એક સમયે ડાઓ જોન્સ 1500 અંક તૂટી ગયુ હતું. તો એસ એન્ડ પી ઈન્ડેકસ 4.1 ટકાના ઘટાડા સાથે 2649 પર બંધ  રહ્યો. આ સાથે જ નાસ્ડેક 273.4 અંક એટલે કે 3.8 ટકા ઘટીને 6967 પર બંધ રહ્યો હતો.
અમેરિકાના બજારોમાં કડાકાના પગલે એશિયન બજારોમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એશિયન બજારોના હાલના કારોબાર પર નજર કરીએ તો જાપાનના નિક્કેઇમાં 1194 પોઈન્ટનો ઘટાડો, સ્ટ્રેટટાઈમ્સમાં 105 પોઈન્ટનો ઘટાડો, હેંગસેંગમાં 1382 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.જ્યારે તાઈવાનમાં 473  પોઈન્ટનો ઘટાડો,  અને કોરિયન કોસ્પીમાં 73 પોઈન્ટનો ઘટાડો, જ્યારે શંઘાઈમાં 64 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.